Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

મચ્‍છાનગરમાં વરલી ફીચરનો જુગાર રમતા બે પકડાયા

બી-ડીવીઝન પોલીસે કેયુર અને વિશાલને દબોચ્‍યા

રાજકોટ, તા. ૧૬ :  સામાકાંઠે મચ્‍છાનગર હાઉસના ગેઇટની બી-ડીવીઝન પોલીસને બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા બે શખ્‍સોને પકડી લીધા હતા. મળતી વિગત મુજબ મચ્‍છાનગર વેરહાઉસના ગેઇટ પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. મોહસીનખાન તથાકોન્‍સ હેમેન્‍દ્રભાઇ વાઘીયાને બાતમી મળતા મચ્‍છાનગર વેરહાઉસના ગેઇટની સામે પતરાવાળા ગોડાઉન પાસે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા સંતકબીર રોડ રાજારામ સોસાયટી શેરી નં. રના કેયુરભાઇ રમેશભાઇ માકરણા (ઉ.વ.૩૦) અને ગોકુલનગર આવાસના કવાર્ટર એ/૩૦૧ ના વિશાલ રાજુભાઇ ગોહેલ (ઉ.વ.ર૦) ને પકડી લઇ રૂા. ૧૦,૭ર૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પ.આઇ.આર.જી. બારોટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.ડી. મારૂ, એ.એસ.આઇ. એસ.એમ. માડમ, હેડ કોન્‍સ. કે.કે. નિકોલા, એમ.એમ. મલેક, એલ.બી. હાડગડા, કોન્‍સ. હેમેન્‍દ્રભાઇ વાધીયા,વિશ્વજીતસિંહ, પોપટભાઇ ગમારા, જયદીપસિંહ તથા નિતેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:25 pm IST)