Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

મનપાના ઉચ્‍ચ અધિકારીઓ લાઇનમેન-વાલ્‍વમેનને ચૂંટણી જવાબદારી સોંપાય : રોષ

ચૂંટણી સમયે મતદારોનો રોષ ન પ્રગટે તે માટે આવશ્‍યક સેવાના કર્મીઓને ફરજ મુકિત આપવા મનપાની માંગ

રાજકોટ તા. ૧૬:  વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. તંત્ર દ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણી પંચની માર્ગદર્શીકા મુજબ કલેકટર અને મનપા તંત્ર આયોજન કરાયું.

ચૂંટણી અન્‍વયે પોલીંગ બુથ, સીક્‍યોરીટી, સીસીટીવી કેમેરા, સંવેદનશીલ બુથ, સ્‍ટાફની ફાળવણી સહિતની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી જે અન્‍વયે કલેકટર તંત્ર દ્વારા મનપા પાસે સ્‍ટાફનું લીસ્‍ટ માંગવામાં આવતા ૧૧૦૦ જેટલા કર્મચારીઓની યાદી સોંપવામાં આવી હતી.

આ યાદીમાં ૮ આવશ્‍યક સેવાઓને ચૂંટણી ફરજમાંથી બાકાત રાખવામાં આવી છે. જેમાં સોલીડ વેસ્‍ટ શાખા, વોટર વર્કસ, ફાયરબ્રિગેડ, આરોગ્‍ય, દબાણ હટાવ, ઢોર પકડ, સેક્રેટરી બ્રાન્‍ચ અને મ્‍યુનિસિપલ કમિશનર બ્રાંચનો સમાવેશ થાય છે. જે શહેરની રોજબરોજની સમગ્ર વ્‍યવસ્‍થા અને જરૂરીયાતો પુરી કરવા સેવારત હોય છે. મનપાના ૧૨ આસીસ્‍ટન્‍ટ મેનેજરો તથા ૫૦ જેટલા ડેપ્‍યુટી ઇજનેરોના ઓર્ડર સૌ પ્રથમ  આવી ગયા હતા. ચૂંટણી કામગીરીમાં પોલીંગ ઓફિસર, ઝોનલ ઓફિસર અને પ્રિસાઇડીંગ ઓફિસરની મુખ્‍ય જવાબદારીઓ મનપાના સ્‍ટાફમાંથી જ સોંપાતી હોય છે.

ત્‍યારે કલેકટર તંત્ર દ્વારા મનપાના જ કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે તેમાં લાઇનમેન, વાલ્‍વમેન, ડ્રાયવર તથા સીટી ઇજનેર સહિતના અધિકારીઓ, કર્મચારીઓને ફરજ સોંપાયાદેકારો મચી જવા પામ્‍યો છે.

આ ઉપરાંત મનપા તંત્ર દ્વારા તુરંત કલેકટર તંત્રને પત્ર પણ પાઠવ્‍યાનું સુત્રોમાંથી જાણવા મળ્‍યું છે. આ પત્રમાં મનપાએ જરૂરી એવી આવશ્‍યક સેવાઓના કર્મીઓને ચૂંટણી ફરજમાંથી મુકત કરવા માંગ કરી છે.

(4:24 pm IST)