Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

પુસ્‍તક એટલે ખીસ્‍સામાં રહેલો બગીચો

આજે સમગ્ર રાષ્‍ટ્રમાં ગ્રંથાલય સપ્‍તાહની ઉજવણી થઇ રહી છે. તે અંતર્ગત વાત કરીએ તો દરેક મનુષ્‍યને પોતાના આંતરચક્ષુ વડે જ્ઞાનના દિવ્‍ય પ્રકાશને પામવા માટે સાહિત્‍ય જ અસરકારક અને પ્રબળ માધ્‍યમ રહે છે. નારદ સ્‍મૃતિ પુરણમાં કહેવાયું છે કે જો બ્રહ્માએ લેખનકાર્ય દ્વારા ઉત્તમ નેત્રનો વિકાસ ન કર્યો હોત તો ત્રણેય લોકમાં શુભ ગતિ પ્રાપ્‍ત ન થઇ હોત.

ભારતીય લેખનકલા વિશ્વની સૌથી પ્રાચીન લેખનકલા મનાય છે. ઋગ્‍વેદ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ મનાય છે. અરબી ભાષામાં પણમાં પણ એક કહેવત છે કે ‘‘પુસ્‍તકએ ખિસ્‍સામાં રાખેલો બગીચો છે'' વાંચન પ્રત્‍યે લોકોમાં અભિરૂચિ કેળવાય એ હેતુસર ૧૪ થી ૨૦ નવેમ્‍બર રાષ્‍ટ્રીય ગ્રંથ સપ્‍તાહની ઉજવણી કરવામાં આવે છે. જે આજે ૫૫માં વર્ષે ઉજવવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે ગંથ્રાલયો દ્વારા પુસ્‍તક, પ્રદર્શન, ચિત્ર સ્‍પર્ધા, નિંબધ સ્‍પર્ધા, સુલેખન સ્‍પર્ધા, વાંચન શિબિરો, શૈક્ષણિક ફિલ્‍મ શો, શિષ્‍ટ વાચન સ્‍પર્ધા જેવા અનેક-વિધ કાર્યક્રમો યોજય છે.

સ્‍વતંત્રતા પછી ગંથ્રાલય પ્રવૃતિને વેગ મળતો થયો. પ્રથમ પંચવર્ષીય યોજનામાં ઇન્‍ટીગ્રેટેડ લાઇબ્રેરી સર્વિસ પર વધારે ઝોક મુકવામાં આવ્‍યો. ત્‍યારબાદ તો સરકારી અને ખાનગી અનેક ગ્રંથાલયો અસ્‍તિત્‍વમાં આવ્‍યા. અનેક મહાનુભાવોએ જીવનમાં પુસ્‍તકોનું મહત્‍વ સમજાવ્‍યું છે.

આ સપ્‍તાહ દરમિયાન સરકાર દ્વારા, ખાનગી સંસ્‍થાઓ, શૈક્ષણિક સંસ્‍થાઓ વગેરે દ્વારા ચાલતા ગ્રંથાલયો તેમજ સાર્વજનિક ગ્રંથાલયો દ્વારા તો પુસ્‍તક મેળા, પુસ્‍તક વાંચન, પુસ્‍તક યાત્રા વગેરે કાર્યક્રમો દ્વારા લોકોને વાંચન પ્રત્‍યે વધારે રૂચી કેળવાય તે હેતુ માટે અનેક પ્રયાસો કરાય છે. ઉપરાંત દરેક વ્‍યક્‍તિએ પણ આવાં અમુક નિયમો અપનાવવા જ જોઇએ.  આ સપ્‍તાહ દરમ્‍યાન લાયબ્રેરી-લાયબ્રેરીયન અને ઉપયોગ કર્તાનું દર્શનીય સમાજમાં પ્રથમ હરોળમાં રહે તે એ જાગૃત નાગરિકે જોવું આવશ્‍યક અને અનિવાર્ય છે. 

(4:44 pm IST)