Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

મેઘ જોશી પિયાનોમાં દેશભરમાં પ્રથમ

ગેસ્‍ટ્રોલોજીસ્‍ટ ડો.ગુંજન જોશી અને પીડીયાટ્રીક ડો.રચના જોશીના પુત્ર : ભારતભરના વિદ્યાર્થીઓ વચ્‍ચે યોજાયેલ ઇન્‍ડિયન પબ્‍લિક સ્‍કુલ કોન્‍ફરન્‍સ સંગીતની સ્‍પર્ધા મ્‍યુઝિક ફેસ્‍ટ ‘‘કાસીદ એ રંગ-૨૦૨૨''માં  પિયાનોમાં વેસ્‍ટર્ન ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટલ સોલોમાં ઉતમ પ્રદર્શન

રાજકોટઃ આજના યુવાઓ સંગીત ક્ષેત્રે પણ કારકિર્દી ઘડવાનું પસંદ કરી અનેક સિધ્‍ધિઓ મેળવતા હોય છે. ત્‍યારે રાજકોટની આંતરરાષ્‍ટ્રીય સંગીતક્ષેત્રે શિક્ષણ આપતી સંસ્‍થા ક્રિએશન મ્‍યુઝીક ઈન્‍સ્‍ટીટયુટના વિદ્યાર્થી રાજકોટના મેઘ ગુંજનભાઇ જોશીએ તાજેતરમાં ઇન્‍દોરમાં આયોજિત સંગીત ઇન્‍ડિયા લેવલની ઇન્‍ડિયન પબ્‍લિક સ્‍કુલ્‍સ કોન્‍ફરન્‍સ મ્‍યુઝિક ફેસ્‍ટ કાસીદ-એ-રંગ ૨૦૨૨માં ભાગ લીધો હતો. જેમાં ભારતભરમાંથી આવેલા વિદ્યાર્થીઓમાં રાજકોટના એકમાત્ર મેઘ ગુંજનભાઇ જોશીએ પિયાનોમાં વેસ્‍ટર્ન ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટલ સોલોમાં ઉતમ પ્રદર્શન (પ્રથમ સ્‍થાન) પ્રાપ્ત કર્યુ હતું.

ઇન્‍દોર ખાતે આયોજીત આ સ્‍પર્ધામાં દહેરાદૂન, મુંબઇ, ગ્‍વાલિયર વગેરે દેશભરની લગભગ ૧૪ નામાંકિત સ્‍કુલોમાંથી અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મેઘને પિયાનોમાં દેશમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યુ હતું. આ સ્‍પર્ધા વિશે મેઘ જોશીએ કહયુ કે આ સ્‍પર્ધાનો સૌથી પડકારજનક ભાગ તૈયારીનો હતો. અન્‍ય સ્‍પર્ધકો પાસે મોટો અનુભવ હતો અને તેઓ ખૂબ જ પ્રતિભાશાળી હતા. પરંતુ મારા માતાપિતા અને શિક્ષકના આશીર્વાદથી હું આ કોમ્‍પિટિશનમાં પ્રથમ નંબર મેળવી શકયો. ક્રિએશન મ્‍યુઝિક ઈન્‍સ્‍ટિટયૂટ, કેતન દોશી, ખ્‍યાતિ દોશી આભાર માનેલ. આ પુરસ્‍કાર મારા જીવનમાં મહત્‍વનો બની રહેશે.  મને નંબર માટે બહુ અપેક્ષાઓ ન હતી, પરંતુ જયારે મારુ નામ વિજેતા  તરીકે જાહેર થયુ ત્‍યારે હું ખુશીથી જુમી ઉઠયો હતો. આગળ મારી ઇચ્‍છા છે કે પિયાનોમાં મારે ટ્રિનિટી કોલેજનો અભ્‍યાસક્રમ પૂર્ણ કરવો છે અને પિયાનોનો મારા બાકીના જીવન માટે મારા જુસ્‍સા તરીકે ચાલુ રાખવો છે.ઉલ્‍લેખનીય છે કે, મેઘ જોશી(મો. ૯૭૨૬૫ ૩૫૯૩૧) રાજકોટની રાજકુમાર કોલેજમાં ધોરણ ૧૦માં અભ્‍યાસ કરે છે અને રાજકોટના નામાંકિત ગેસ્‍ટ્રોલોજિસ્‍ટ ગુંજન જોશી અને પીડીયાટ્રિક ડો.રચના જોશીના સુપુત્ર છે જે ક્રિએશન મ્‍યુઝિક ઇન્‍સ્‍ટિટયૂટમાં સાત વર્ષથી પિયાનો શીખી રહયા છે.

(3:55 pm IST)