Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

નાલંદા ઉપાશ્રયથી પૂ.મહાસતીજી વળંદનો વિમલનાથ સ્‍થા.જૈન ઉપાશ્રય ખાતે વિહાર

નવકારશી-પ્રભાવના : દર્શન-વાણીનો લાભ

 રાજકોટઃતા.૧૬ : ગોં. સં-.નાં સૌરાષ્‍ટ્ર ના સિંહણ વચન સિધ્‍ધીકા , તીર્થસ્‍વરૂપા પૂ. ઈન્‍દુબાઈ મહાસતીજી તીર્થધામ (નાલંદા ઉપાશ્રય)થી, આજરોજ તા. ૧૬ ને બુધવારે, પુ.ઈન્‍દુબાઈ મહાસતીજી ના સુશિષ્‍યા, મધુર વ્‍યાખ્‍યાની બા.બ્ર.પુ. રંજનબાઈ મહાસતીજી, બા.બ્ર.પુ.  શ્રી પદમાબાઈ મહાસતીજી, બા.બ્ર.પુ. શ્રી   સોનલબાઈ મહાસતીજી તથા બા.બ્ર.પુ.   શ્રી મીનળબાઈ મહાસતીજી આદિ થાણા  ચાર વિહાર કરી શ્રી વિમલનાથ સ્‍થા.જૈન ઉપાશ્રય, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ ખાતે પધાર્યા હતા. તેઓનું ભવ્‍યાતિ ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું. પુ.  મોટા મહાસતીજીના પરમ ગુરુણી ભક્‍ત, બા.બ્ર.પુ.  સોનલબાઈ મહાસતીજીના સંસારી કાકી હર્ષાબેન રમેશભાઈ શેઠ પરિવાર તરફથી નૌકારસીનું આયોજન કરવામાં આવ્‍યુ હતું.

તેમજ પુ. મહાસતીજીના સ્‍વાગત અને વિહારના પ્રસંગે રૂ.૧૨૦ની પ્રભાવના કરવામાં આવી જેના પ્રદાતા  પૂ. મોટા મહાસતીજીના પરમ ગુરુણી ભક્‍ત તરફથી એક કિલો ગોળની ભીલી, ભાવનાબેન વસંતભાઈ તુરખીયા, દક્ષાબેન અશોકભાઈ દોશી, હર્ષાબેન દીપકભાઈ દોશી, શોભનાબેન શૈલેષભાઈ દોશી, વિમલનાથ સ્‍થાનકવાસી જૈન સંઘ, નિલેશભાઈ રમણીકલાલ શેઠ, ચેતનાબેન મુકેશભાઈ વિપાણી, ક્રિષ્‍નાબેન સંજયભાઈ બદાણી, ચેતનભાઈ વખારિયા હાલમાં પુ. મહાસતીજી આદિ થાણા શ્રી વિમલનાથ સ્‍થા.જૈન ઉપાશ્રય ખાતે બિરાજમાન છે. દર્શન - વાણી નો લાભ લેવા સર્વે ભાઈ - બહેનોને વિનંતી કરાઈ છે.

(3:50 pm IST)