Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

રોડ પરના અનઅધિકૃત બાંધકામને ઇમ્‍પેકટ ફી યોજનાનો લાભ નહી ! પાર્કીંગની જગ્‍યા છોડવા મુદ્દે મુશ્‍કેલી

કોર્પોરેશન-રૂડાએ આર્કિટેક, ઇજનેરો ને બિલ્‍ડર એસો., સાથે બેઠક યોજીઃ ઇમ્‍પેકટના કાયદાના અમલીકરણનું માર્ગદર્શન અપાયુ : રહેણાંક અને અનઅધિકૃત બાંધકામ માટે ઇમ્‍પેકટ ફી વધુ હોવાનો ગણગણાટ

રાજકોટ, તા., ૧૬: રાજય સરકાર દ્વારા ચુંટણીની તારીખો જાહેર થાય તે પહેલા અનઅધિકૃત બાંધકામની ઇમ્‍પેકટ ફી વસુલી નિયમીત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્‍યારે આજે મ્‍યુનિસીપલ કોર્પોરેશન અને રૂડા દ્વારા શહેરના પરવાનેદાર સિવિલ એન્‍જીનીયરો અને આર્કીટેકચરો તથા બિલ્‍ડર એસોસીએશનના સભ્‍યો સાથે મીટીંગ યોજી  ઇમ્‍પેકટના કાયદાના અમલીકરણની માહીતી આપી હતી.

આ મીટીંગમાં રાજય સરકાર દ્વારા ૧ ઓકટોબર ર૦રર પહેલાના અનઅધિકૃત બાંધકામોને નિયમીત કરવાનો લાભ, રોડ પરના અનઅધિકૃત બાંધકામ દુર કર્યા બાદ જ મંજુરી અપાશે તેમજ રહેણાંક અને અનઅધિકૃત બાંધકામ માટે ઇમ્‍પેકટ ફી સહીતના નિયમની માહીતી આપવામાં આવી હતી. 

આ બેઠકના અંતમાં ઉપસ્‍થિત ઇજનેરો, આર્કીટેકે ચાર્જીસ વધુ હોવાનુ તથા પાર્કીગ તથા રોડ પરના બાંધકામ મુદ્દે પ્રશ્નો રજુ કર્યા હતા.

(3:43 pm IST)