Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

વર્ષો જુના ભાડુઆતને ભાડાવાળી જગ્‍યા ખાલી કરવા વાંકાનેરની કોર્ટે આપેલ ચૂકાદો

રાજકોટ તા. ૧૬ :.. વરસો જુના ભાડુઆતને ભાડાવાળી જગ્‍યા ખાલી કરવા વાંકાનેરની અદાલતે ફરમાવેલ હુકમ હતો.

આ કેસની હકિકત ટૂંકમાં એવી છે રાજકોટના મહિલા ધારાશાષાી કલ્‍પનાબેન  મહેતાના માતુશ્રી સુશીલાબેન બાબુલાલની માલીકીનું એક મકાન વાંકાનેર સીટી સરવે નં. ૮ર૩ પૈકી તથા સીટી સરવે નં. ૧૧રપ માં આવેલ છે. સદરહુ મકાન માહેથી એક બેઠક રૂમ તથા રસોડાની જગ્‍યા વસંતલાલ ધરમશીભાઇ ગોહેલે વરસો પહેલા અગાઉના મકાન માલિક પાસેથી ભાડે રાખેલ. સુશીલાબેન વસંતલાલ ભાડુઆત સામે નોન પેમેન્‍ટ ઓફ રેન્‍ટ (ભાડુ નહીં ચૂકવવા) ઓલ્‍ટરનેટીવ એકોમોડેશન (અન્‍ય સગવડતા વાળી જગ્‍યા મળી ગયેલ) તથા નોન યુઝર (વપરાશ નહીં કરવાના), ના કારણોસર ભાડાવાળી જગ્‍યા ખાલી કરાવવા સને ર૦૦૪ ની સાલમાં વાંકાનેર કોર્ટમાં દાવો દાખલ કરેલ.

ચાલુ દાવે મકાન માલિક-ભાડુઆત અવસાન થતાં બંનેના વારસદારોને દાવામાં દાખલ કરી દાવો આગળ ચલાવતા મકાન માલિક સુશીલાબેન તરફે ભાડુઆત વસંતલાલ સને ર૦૦૩ થી ભાડાવાળી જગ્‍યા વાપરતા નહીં હોવાનું તથા તેઓના પુત્રોએ વાંકાનેરમાં અન્‍ય જગ્‍યાએ મિલ્‍કતો ખરીદ કરી ત્‍યાં રહેવા ચાલ્‍યા ગયા હોવાના પુરાવા જેવા કે ઇલેકટ્રીક કનેકશન સને ર૦૦૩ ની સાલથી કપાઇ ગયેલ હોવાનું તથા મિલ્‍કતો ખરીદ કર્યા હોવા અંગેના રજીસ્‍ટર્ડ દસ્‍તાવેજોની ખરી નકલો તથા ભાડુઆતના સાહેદોની ઉલટ તપાસ ઉપરથી મુળ ભાડુઆત વસંતલાલ તથા તેઓના પત્‍ની અન્‍ય જગ્‍યાએ અવસાન પામેલ હોવાની કબુલાત પોતે ભાડાવાળી જગ્‍યામાં રહેતા હોવા અંગે ના કોઇ દસ્‍તાવેજો રજૂ કરેલ નહી હોવાની કબુલાત તથા વાંકાનેરમાં અન્‍ય જગ્‍યાએ રહેતા હોવાની ભાડુઆતના સાહેદે આપેલ. કબુલાત ઉપરથી પુરવાર કરી તે અંગે રેન્‍ટ એકટની જોગવાઇઓ તથા તેને સમર્થન કરતાં વિવિધ વડી અદાલતોના ચૂકાદા તથા કાયદાના પ્રસ્‍થાપીત સિધ્‍ધાંતો અંગે મકાન માલિકના વકીલ શ્રીએ છણાવટપૂર્વક કરેલ દલીલો કરેલ છે.

અદાલતને ધ્‍યાને લઇ વાંકાનેરની અદાલતે ભાડુઆત તરફે રજૂ કરવામાં આવેલ બચાવને માન્‍ય રાખેલ નહીં. અને એક માસની અંદર ભાડાવાળી જગ્‍યાનો શાંત, ખાલી અને નિર્ભય કબજો મકાન માલીકને સોંપી આપવા ભાડુઆતને હુકમ ફરમાવેલ છે. આ કામમાં મકાન માલિક તરફે રાજકોટના ધારાશાષાી ભાવસાર એન્‍ડ ભાવસાર, પરેશભાઇ વ્‍યાસ તથા તેઓને મદદમાં વાંકાનેરના ધારાશાષાી સરફરાજ પરાશરા રોકાયેલ હતાં.

 

(3:43 pm IST)