Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકાર સપ્‍તાહની ઉજવણીનો પ્રારંભઃ શ્રેષ્‍ઠ મંડળીઓને પુરસ્‍કાર

રાજકોટ તા.૧૬ : દેશમાં ૧૪ નવેમ્‍બરથી એટલે કે આપણા દેશમાં પ્રથમ વડાપ્રધાન સ્‍વ. જવાહરલાલ નહેરૂના જન્‍મદિનથી ર૦ નવેમ્‍બર સુધી સહકાર સપ્‍તાહની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ સહકાર સપ્‍તાહ ઉજવણીની શરૂઆત સહકારી ધ્‍વજવંદનથી થાય છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા ૬૯માં અખિલ ભારત સહકાર સપ્‍તાહની ઉજવણીના પ્રથમ દિવસે તા.૧૪મી નવેમ્‍બરના રોજ સવારે ૯.૩૦ કલાકે જિલ્લા સંઘની ઓફિસે રાજકોટ જિલ્લા સહકારી સંઘ ‘સહકાર ત્રિવેણી' ર૯-૩૮, કરણપરા બસ સ્‍ટેશન પાછળ રાજકોટ મુકામે રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો-ઓપ બેંક લી.ના મેનેજીંગ ડીરેકટર ઘનશ્‍યામભાઇ ખાટરીયાના હસ્‍તે રાખવામાં આવેલ.ધ્‍વજવંદન બાદ સમુહમાં સહકાર ગીતનું વાંચન કરવામાં આવેલ. ત્‍યારબાદ પ્રથમ દિન સહકારી ક્ષેત્રે ધંધાકીય સરળતા જીમ અને નિકાસને પ્રોત્‍સાહન દિનની ઉજવણી કરવામાં આવેલ.

આ સહકારી ધ્‍વજવંદન કાર્યક્રમમાં માધવ શરાફી મંડળી મેને. ડીરે. ડો. એન.ડી.શીલુ શિવશકિત શરાફી મંડળીના ચેરમેન હરગોપાલસિ઼હભાઇ જાડેજા, શિવજયોત શરાફી મંડળીના ચેરમેન રાહુલભાઇ ચોવટીયા, માંડવરાયજી શરાફી મંડળીના મેનેજર રશ્‍મિબેન મારડીયા, જીલ્લા સંઘના ડીરેકટરો જિલ્લા સંઘની મહિલા સમિતિના કન્‍વીનર પ્રફુલાબેન સોની તથા સમીતીના સભ્‍યશ્રીઓ નાગરીક બેંકના અધિકારીશ્રી હિતેશભાુ શુકલ, માર્કેટીંગ એડવાઇઝર કેયુર બુચ, વ્‍યવસ્‍થાપન કેન્‍દ્ર, રાજકોટના પ્રિન્‍સીપાલશ્રી સ્‍ટાફ તેમજ જુદી જુદી સહકારી  સંસ્‍થાઓમાંથી સહકારી આગેવાનો, અધિકારીઓ તથા કર્મચારીઓ વિગેરે ઉપસ્‍થિત રહેલ.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજય સહકારી સંઘ દ્વારા સને ર૦ર૧-રરના વર્ષમાં ઉત્‍કૃષ્‍ટ અને સારી કામગીરી કરનાર સેવા - વિવિધ કાર્યકારી સહકારી મંડળીની હરિફાઇ  યોજવામાં આવેલ.

જેમાં પ્રથમ ક્રમે ગોંડલ જુથ સેવા સહકાર મં.લી. ગોંડલને પ્રભાવક શિલ્‍ડ, પ્રમાણપત્ર તથા જીલ્લા સંઘ દ્વારા રૂા.પ૦૦૦નું રોકડ પુરસ્‍કાર ડીસ્‍ટ્રીકટ બેંકના એમ.ડી. ઘનશ્‍યામભાઇ ખાટરીયાના હસ્‍તે દ્વિતીય ક્રમે સરધાર જુથ સેવા સહકારી મં.લી. સરધારને આકર્ષક શિલ્‍ડ, પ્રમાણપત્ર તથા જીલ્લા સંઘ દ્વારા રૂા.૪૦૦૦નું રોકડ જિલ્લા સંઘના ડીરેકટર ટપુભાઇ લીંબાસીયા હસ્‍તે તથા તૃતીય ક્રમે કોઠી સેવા સહકારી મં.લી.ના કોઠીને શિલ્‍ડ, પ્રમાણપત્ર તથા જીલ્લા સંઘ દ્વારા રૂા.૩૦૦૦નું રોકડ જિલ્લા સ઼ઘના ડિરેકટર ધીરૂભાઇ ધાંબલીયાના હસ્‍તે પુરસ્‍કાર એનાયત કરવામાં આવેલ.

આ ઉપરાંત ગુજરાત સહકારી વયવસ્‍થાપન કેન્‍દ્ર, રાજકોટના સત્ર નં.૪૯માં પ્રથમ ક્રમે આવેલ તાલીમાર્થી કચ્‍છી કલ્‍પેશભાઇ જોગાભાઇને શિલ્‍ડ પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્‍કાર માધવ શરાફી સહકારી મંડળીના એમ.ડી. ડો.એન.ડી.શીલુ હસ્‍તે તેમજ દ્વિતીય ક્રમે આવેલ તાલીમાર્થી ચોટલીયા, ઝયદીપભાઇ અશોકભાઇને હસ્‍તે પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્‍કાર જિલ્લા સ઼ઘના ડીરેકટર ધીરૂભાઇ ડોબરીયાના હસ્‍તે આપવામાં આવેલ.

આ કાર્યક્રમમાં જીલ્લા સંઘના ડીરેકટર ધીરૂભાઇ ડોબરીયા મહિલા સમિતિના પ્રફુલાબેન સોની, ભારતીબેન પારેખે, પ્રાસંગીક પ્રવચન કરેલ અને અંતમાં આભારવિધી વ્‍યવસ્‍થાપન કેન્‍દ્ર રાજકોટના પ્રિન્‍સીપાલ શ્રી શરસીયા કરેલ હતી.

આ ધ્‍વજવંદનનું સંચાલન સી.ઇ.આઇ. એ. જે. ઘેટીયાએ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સંઘના એકઝી. ઓફિસર પરેશભાઇ ફેફર તથા જિલ્લા સંઘના સ્‍ટાફે જહેમત ઉઠાવેલ હતી.

(3:43 pm IST)