Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

શહેરમાં પાંચ સ્થળોએ મેગા ડાયાબીટીશ કેમ્પઃ ગ્લુકોમીટર ફ્રી વિતરણઃ ૪૧૪૨ લોકોએ લાભ લીધો

રાજકોટઃ રાજકોટ ફાર્માસીસ્ટ એસોસિએશન દ્વારા જાહેર જનતાના હિતાર્થે ડાયાબીટીશ જાગૃતિ અભિયાન અંતર્ગત વિશ્વ ડાયાબીટીશ દિવસ ભાગરૃપે શહેરના મવડીચોક, સોરઠીયા વાડી સર્કલ, પ્રેમમંદિર કાલાવડ રોડ, કિશાનપરા ચોક, પેડકરોડ, કુલ પાંચ જગ્યાએ ડાયાબીટીશ તપાસ, બ્લડ પ્રેશર તપાસની સાથે દરેક દર્દીને આર્ટીસીકીટ સ્માર્ટવેઝ વેલનેસ પ્રા.લિ.દ્વારા અને પોઇન્ટ ઓફ કેર બાયોમેડીકલ પ્રા.લિ. દ્વારા ૩૫૦ રૃ.ની ગ્લુકોસ્ટ્રીપ ફ્રી વિતરણ કરવામાં આવ્યા. જેનો અંદાજીત ૪૧૪૨ લોકોએ લાભ લીધો હતો, ૧૯૧૭ જેટલા ગ્લુકોમીટરનું વિતરણ કર્યુ હતુ અને ૪૧૪૨ ફ્રી કીટનું તમામ લાભાર્થીને વિતરણ કરાયુ હતું.

આ સાથે રાજકોટ ફાર્માસીસ્ટ એસોસિએશનની ટીમ સાથે ડાયાબીટીશ દિવસના આ વર્ષની થીમ ડાયાબીટીશ એજયુકેશનઃ ટુ પ્રોડેકટ ટુમોરો અનુસાર રાજકોટની બિ.કે.મોદી ફાર્મસી કોલેજ, એચ એન શુકલ ફાર્મસી કોલેજ, સ્કુલ ઓફ ફાર્મસી આર કે યુનિવર્સિટી, ફાર્મસી ડીપાર્ટમેન્ટ આત્મીય યુનિવર્સિટી, આર ડી ગાર્ડી ફાર્મસી કોલેજ, ફેકલ્ટી ઓફ ફાર્મસી મારવાડી યુનિવર્સિટી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા લોકોને ડાયાબિટીશ વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રમુખ શ્રી સત્યેન પટેલ, ઉપપ્રમુખ શ્રી નિલેશ પટેલ, મનોજ બંસલ તેમજ મંત્રી શ્રી હિતેશ ત્રાડા, શ્રીકૌશિક કપુરીયા, શ્રી પ્રિયંક સખીયા, જયદીપ ડોડીયા, તેજશભાઇ ગણાત્રા તથા તમામ મેમ્બરો એ ભારે જહેમત ઉઠાવી હતી. આ માહિતી મીડીયા ઇન્ચાર્જ શ્રીસંકેત ગોંડલીયાની યાદીમાં જણાવાયુ છે.(

(3:41 pm IST)