Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

લિફટમાં ખામી અંગે થયેલ ફરિયાદને રદ કરવા રાજકોટ જીલ્‍લા ગ્રાહક આયોગનો ચુકાદો

રાજકોટ તા.૧૬: કોમર્શીયલ હેતુ માટે ખરીદાયેલ મશીન તે ગ્રાહક સુરક્ષા કાયદાનાં વ્‍યાપમાં ન હોય ફરિયાદ ડિસમીસ કરવા રાજકોટ જીલ્‍લા ગ્રાહક આયોગ હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, મોરબી સ્‍થિત રોલેક્ષ સિરામીક દ્વારા તેમના કારખાના માટે ખરીદ કરવામાં આવેલ ફોર્ક લિફટમાં ખામી તથા તેની સેવામાં થયેલ ઉણપ અંગે ડેકકન સેલ્‍સ એન્‍ડ સર્વિસ પ્રા.લી. તથા કિયોન ઇન્‍ડિયા પ્રા.લી. સામે જીલ્‍લા આયોગ, રાજકોટ ખાતે કરવામાં આવેલ ફરિયાદ ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૨૦૧૯નાં વ્‍યાપમા ંઆવતી ન હોય જેથી જીલ્‍લા ગ્રાહક આયોગ દ્વારા તા.૨૧.૧૦.૨૦૨૨નાઁ રોજ ફરિયાદ રદ કરવામાં આવેલ હતી.

આયોગે બન્ને પક્ષકારોની સાંભળ્‍યા બાદ તેમજ સામાવાળા પક્ષો દ્વારા રજુ રાખવામાં આવેલ સર્વોચ્‍ચ અદાલત તથા નેશનલ કમિશનનાં ચૂકાદાઓને ધ્‍યાને લઇ રાજકોટ જીલ્‍લા ગ્રાહક આયોગનાં પ્રમુખશ્રી પી.સી.રાવલ મેમ્‍બર શ્રી કે.પી.સચદેવ મેડમ, મેમ્‍બર શ્રી એમ.એસ.ભટ્ટ એવા નિષ્‍કર્ષ પર આવેલ હતા કે ફરિયાદી ભાગીદારી પેઢી સ્‍વરૂપની છે તેમજ ફરિયાદીએ દાખલ કરેલ ફરિયાદ અંગે તેમને આપવામાં આવેલ સતા તથા અધિકાર અંગેનો કોઇ દસ્‍તાવેજ રજુ રાખેલ નથી. વિશેષમાં ફરિયાદીનો મોરબી સ્‍થિત ધંધો વાણિજય પ્રકારમાં ભાગીદારી પેઢી સ્‍વરૂપમાં હોય અને આશરે ૫૦ જેટલા કામદારો કામ કરતા હોય ત્‍યારે સામાવાળા દ્વારા રજુ કરવામાં આવેલ ચૂકાદા મુજબ અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ પેટે કલમ-૨(૭) મુજબ ફરિયાદી ગ્રાહકની વ્‍યાખ્‍યામાં આવતા હોવાનું ફલિત થતુ નથી કે માનવામાં આવતુ નથી તેવા સંજોગોમાં ફરિયાદ ને રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કામનાં સામાવાળાઓ વતી રાજકોટનાં એડવોકેટ સ્‍તવન જી.મહેતા, નિકુંજ એમ.શુકલા, કૃષ્‍ણ પટેલ, સંજય ચોથાણી, બ્રિજેશ ડી.ચૌહાણ, વિપુલ રામાણી, ત્રિશુલ પટેલ તેમજ મદદનીશ તરીકે ભુષણ ઠકકર રોકાયેલ હતા

(4:44 pm IST)