Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

પંકિત શેઠના ક્રિએટીવ સ્‍ટુડીયો આઇસ બ્રેકરે એવોર્ડ જીત્‍યા

રાજકોટઃ ધ ડિઝાઇન ઇન્‍ડિયા શો (ટીડીએસ) દ્વારા આઠમો એવોર્ડ શો ધ રિટઝ કાર્લટન, પુણે ખાતે યોજાયેલ હતો. આ એવોર્ડ ફંકશનમાં ડી આઇસ બ્રેકર ક્રિએટીવ સ્‍ટુડીયોના સ્‍થાપક પંકતી શેઠને તેમના શ્રેષ્‍ઠ ડિઝાઇન સ્‍ટુડિયો અને શ્રેષ્‍ઠ ડિઝાઇન પ્રોજેકટ કેટેગરી માટે ધ ડિઝાઇન ઇન્‍ડિયા એવોર્ડસ-૨૦૨૨ તરફથી એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. આ એવોર્ડસમાં ડિઝાઇન સ્‍ટુડીયો અને વિવિધ ડિઝાઇન ક્ષેત્રોની એજન્‍સીઓને સન્‍માનીત કરવામાં આવી હતી. આ સમારંભમાં અનેક વિષયો પર પેનલ ડિસ્‍કશન અને  વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં હૃદયેશ દેશપાંડે, આનંદો દત્તા, ડો.અનિલ સિન્‍હા જેવા ડિઝાઇન અનુભવીઓ તેમજ એનઆઇડી અમદાવાદ તરૂણ દીપ ગિરધર જેવા નામાંકિત લોકોએ આ શોમાં હાજરી આપી હતી.

(3:39 pm IST)