Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

આનંદનગર વિસ્‍તારવાસીઓ દ્વારા મતદાન બહિષ્‍કારની ચિમકી

વરસાદી પાણીના નિકાલની સમસ્‍યાનું કાયમી સમાધાન આપવા માંગ

રાજકોટ : વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઇ ગઇ છે. અને રાજકોટનું તા. ૧ ડિસેમ્‍બરના રોજ મતદાન યોજાવાનું છે, ત્‍યારે શહેરીના આનંદનગર વિસ્‍તારના રહેવાસીઓ દ્વારા પ્રાથમીક જરૂરીયાતો વર્ષોથી પુરી ન થતા મતદાન બહિષ્‍કારની ચિમકી ઉચ્‍ચારી છે. વિસ્‍તારવાસીઓએ મનપા તંત્રને પાઠવેલ પત્રમાં જણાવેલ કે, વરસાદી પાણીના નિકાલ અંગે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ૧૯૮૫માં ચેક દ્વારા રકમ મનપાને આપવામાં આવેલ. ત્‍યારબાદ અનેક રજુઆતો છતાં કોઇ નિકાલ ન થયેલ. ૨૦૦૪માં મનપા દ્વારા વિસ્‍તારની બાજુના પ્રાઇવેટ પ્‍લોટમાંથી નિકાલ કરાયેલ. પણ આ કાયમી ઉકેલ ન હોવા ઉપરાંત જગ્‍યા પણ ખાનગી માલીકીની છે. ઉપરાંત થોડા સમય પહેલા મનપા દ્વારા ખોડીયાર ચોકમાં મોટા મેનોલ બનાવી સ્‍ટ્રોમ વોટરની ૬૦૦-૬૦૦ની લાઇન પર નાખવામાં આવી હતી. તેમ છતાં અમને જરા પણ ફાયદો થયો નથી. સાથે જ અધિકારીઓ દ્વારા રોડનું લેવલ ઉંચુ કરવાનું પણ કહેવાયેલ પણ અમારો વિસ્‍તારો નિચો હોવાથી અમારી મુશ્‍કેલી દૂર થવાની બદલે વધશે. જો તુરંત આ પ્રશ્‍નોના નિકાલ મનપા દ્વારા નહીં કરવામાં આવે તો આગામી  તા.૧ના રોજ વિસ્‍તારવાસીઓ દ્વારા મતદાન બહિષ્‍કારની ચિમકી ઉચ્‍ચારતા બેનરો પણ મારવામાં આવ્‍યા છે.

(3:39 pm IST)