Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

સમસ્ત ખવાસ રજપૂત જ્ઞાતિના જાન્યુઆરીમાં સમુહલગ્ન

રાજકોટઃ પ્રાત સ્મરણીય સંતશ્રી દેશળ ભગત, પૂજય સંતશ્રી લાલજી મહારાજ, પૂજય સંતશ્રી દેવુભગત અને સંતશ્રી સંપૂર્ણાનંદજી મહારાજના શુભાશીષ સાથે શ્રી દેશળ ભગત એજયુકેશન એન્ડ ખવાસ જ્ઞાતિ સંચાલિત ચેરીટેબલ ટ્રસ્ટ, મવડી પ્લોટ, રાજકોટ દ્વારા ૨૧મો સમુહ લગ્નોત્સવ તા.૨૬/૧/૨૩ને ગુરૃવારના રોજ સમાજના નબળા અને આર્થિક રીતે પછાતા ગરીબ દિકરા- દિકરીઓ માટે એક સમુહલગ્નોત્સવ ૧૫૦ ફૂટ રીંગ રોડ, નાનામવા ચોકડી પાસે, રાજકોટ ખાતે યોજાઈ રહ્યો છે. જ્ઞાતિ આગેવાન શ્રી ભલાભાઈ બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૨૩ વર્ષથી દર વર્ષે સમાજના દિકરા દિકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં જ્ઞાતિબંધુઓનો સાથ અને સહકાર મળી રહ્યાનું યાદીમાં જણાવાયું છે.

આ સમુહલગ્નોત્સવમાં સમાજના દાતાઓના સહયોગથી કરીયાવરમાં દિકરને  કબાટ, સેટી પલંગ, ચાંદીના સાંકળા, સ્ટીલનો ઘોડો, નાકની ચુંક, પાંચ જોડી કપડા, પાનેતર  સહિત અંદાજે ૧૦૦ જેટલી વસ્તુઓ આપવામાં આવશે. દીકરા- દીકરી બન્ને પક્ષ પાસેથી રૃા.૫૧૦૦ ફી લેવામાં આવશે. સમુહલગ્નની સાથોસાથ ૭ થી ૮ હજાર લોકો પ્રસાદનો પણ લાભ લેશે.

આ સમુલગ્નોત્સવને સફળ બનાવવા માટે જ્ઞાતિ આગેવાન સર્વેશ્રી પ્રમુખ ભલાભાઈ બી. ચૌહાણ, પ્રમુખના સફળ માર્ગદર્શન હેઠળ પ્રવિણભાઈ કે. રાઠોડ, અનિલભાઈ બારડ, રમેશભાઈ ચૌહાણ, રણજીતભાઈ ડાભી, વજુભાઈ ચૌહાણ, બુધાભાઈ પઢીયાર, અતુલભાઈ સોલંકી, રતીભાઈ જાદવ, પ્રતાપભાઈ ડોડીયા, જેન્તીભાઈ જાદવ, નિતીનભાઈ કબર, સંજયભાઈ ચૌહાણ, ભવાનભાઈ ચૌહાણ, જગદીશભાઈ પાંડવા, યોગેશભાઈ ગોહેલ, ભરતભાઈ રાઠોડ, હિરેનભાઈ રાઠોડ, બીપીનભાઈ મકવાણા, ધર્મેશભાઈ ચૌહાણ, મુકેશભાઈ વાઘેલા, ચંદુભાઈ રાઠોડ, ભુપતભાઈ પરમાર, દિનેશભાઈ હાડા, જીતેન્દ્રભાઈ બારડ, રાજુભાઈ પરમાર, વિરેનભાઈ ચૌહાણ, મુન્નાભાઈ ચાવડા, હિતેષભાઈ પરમાર, પારસભાઈ પરમાર, જયેશભાઈ જાદવ, ઉપરાંત શ્રી દેશળ સેના યુવા ગ્રુપના તમામ કાર્યકરો ભારે થનગનાટ સાથે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ઉપરાંત આજે બુધવારે સાંજે ૪ થી ૭ સ્નેહમિલન કાર્યક્રમ શ્રી દેશળ ભગતનું મંદિર ઓમનગર, રાજકોટ ખાતે રાખેલ છે. સર્વે જ્ઞાતિજનોને સહ પરીવાર આમંત્રણ અપાયું છે.

ફોર્મ મેળવવાના સ્થળઃ (૧) ચિરાગ જી.વાઘેલા શિવાની બેટરી, રામાપીરની ચોકડી પાસે, ગાંધીગ્રામ રાજકોટ મો.૯૭૨૩૯ ૭૯૭૧૦, (૨) શ્રી દિનેશભાઈ ચૌહાણ મો.૯૭૨૫૮ ૬૬૫૫૪, નિતીનભાઈ કબર મો.૯૯૨૫૩ ૬૧૫૪૧, દેશળદેવ વાડી, ૧/૩ શ્યામનગર, નાનામવા રોડ, રાજકોટ, (૩) ધર્મેશભાઈ બી.ચૌહાણ રાજમોતી ઓઈલ મીલવાળી શેરી, પૂજીત રૃપાણી ટ્રસ્ટની બાજુમાં, રાજકોટ મો.૯૯૨૫૧ ૨૭૯૮૮, (૪) શિવાની બેટરી મવડી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ મો.૯૪૨૬૯ ૮૭૬૧૮.

ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા.૧૧/૦૧/૨૦૨૩. ભરેલ ફોર્મ સ્વીકારવાનું સ્થળ- યોગેશભાઈ બી. ચૌહાણ શિવાની બેટરી મવડી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ મો.૯૪૨૬૯ ૮૭૬૧૮.(

(3:38 pm IST)