Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

ગાંધી મ્યુઝિયમ ખાતે કાલથી રવિવાર સુધી ' લોડ ધ બોકસ' પુસ્તક મેળાનું આયોજન

કાલ્પનિક, નોનફિકશન, બાળકો સહિતના માટે પુસ્તકોનો ખજાનો

રાજકોટઃ  પુસ્તક પ્રેમીઓ માટે કિતાબ લવર્સ નેજા હેઠળ લોડ ધ બોકસ પુસ્તક મેળાનુ લોકાર્પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જ્યુબિલી ચોક, જવાહર રોડ, લોહાણા પરા પુસ્તક મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. તા.૧૭ ના ગુરૃવાર થી ૨૦ નવેમ્બર સુધી આયોજીત પ્રદર્શનમાં  રોમાંસથી લઇને કાલ્પનિક, નોન-ફિકશન, ક્રાઇમ અને ચિલ્ડ્રન્સ સુધીની શૈલીઓનાં પુસ્તકો, ચાર દિવસીય પુસ્તક મેળો  દરરોજ સવારે ૧૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

મેળામાં મફત વાંચન ક્ષેત્ર હશે  અને લેખકોની હસ્તાક્ષરિત નકલો પણ પુસ્તક પ્રેમીઓ માટે ઉપલબ્ધ હશે, નવા અને પૂર્વ-માલિકીના પુસ્તકો પોસાય તેવા ભાવે વેચવામાં વિશેષતા ધરાવતા સ્ટાર્ટઅપે એક નવીન 'લોડ ધ બોકસ'  ખ્યાલ રજૂ કર્યો છે. જેમાં મુલાકાતીઓ બોકસ માટે એકસાથે રકમ ચૂકવી શકે છે અને ખરીદી શકશે તેમ કિતાબ લવર્સના સહસ્થાપક શ્રી હરપ્રીત સિંઘે એક યાદીમાં જણાવ્યુ છે.

(3:36 pm IST)