Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

કાલે ઉમેદવારી પત્રો ફાઇનલ થયે પક્ષોને ચૂંટણી ચિન્‍હો ફાળવાશેઃ સાંજે તમામ આર.ઓ. પોસ્‍ટલ બેલેટ છપાવવા દોડી જશે

કાલથી દરેક વિધાનસભા બેઠકમાં બૂથોનું ફાઇનલ ચેકીંગ : ૩ દિ'માં બધા સુધારા કરી લેવાશે : ઇવીએમ પરના બેલેટ પણ કાલે છપાશેઃ ર૧-રર-ર૩ સ્‍ટાફની બીજી તાલીમ સમયે જ સ્‍ટાફનું મતદાન કરી લેવાશે

રાજકોટ, તા. ૧૬ :  રાજકોટ શહેર-જીલ્લાની કુલ ૮ વિધાનસભા બેઠકમાં હાલ ૮૧ ઉમેદવારો મેદાનમાં છે, સૌથી વધુ ૭૦ રાજકોટમાં ૧પ ઉમેદવારો છે, આજે અને કાલે એમ બે દિવસ ફોર્મ પાછા ખેંચી શકાશે, કાલે બપોરે ૩ વાગ્‍યા સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાયા બાદ ઉમેદવારી ચીત્ર ફાઇનલ  થશે. કાલે ઉમેદવારી પત્રો ફાઇનલ થયા બાદ દરેક આર.ઓ. રાજકીય પક્ષો-અપક્ષોને ચૂંટણી ચિન્‍હ ફાળવશે, બપોરે ૩ાા વાગ્‍યાથી આ કાર્યવાહી થશે, આ કામગીરી પૂર્ણ થયા બાદ દરેક આર.ઓ. સાંજે ૪ાા થી પ વાગ્‍યાથી પોસ્‍ટલ બેલેટ છપાવવા સરકારી પ્રેસમાં છોડી જશે, જે મોડી રાત સુધી ચાલશે, સાથોસાથ ઇવીએમ પરના પણ બેલેટ કાલે છપાશે.

દરમિયાન અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે કાલથી દરેક વિધાનસભા બેઠકમાં બૂથોનું ફાઇનલ ચેકીંગ થશે, જરૂર મુજબના ૩ દિ'માં બધા સુધારા કરી લેવાશે, ઇવીએમનું પણ ચેકીંગ થશે.

આ પછી તા. ર૧ થી ર૩ દરમિયાન ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્‍ટાફની બીજી તાલીમ જે તે આર.ઓ. દ્વારા અપાશે, સાથોસાથ તાલીમમાં આવેલ સ્‍ટાફનું મતદાન પણ કરી લેવાશે. આ સમયે સંભવતઃ ઓબર્ઝવરો હાજર રહે તેવી શકયતા છે.

(11:35 pm IST)