Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

જેતપુરના ૧૩ લાખની ઉચાપતમાં ૮ વર્ષની વોન્‍ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ તા. ૧પ :.. જેતપુરના ૧૩ લાખના સરકારી નાણાના ઉચાપતના ગુન્‍હામાં ૮ વર્ષથી વોન્‍ટેડ  આરોપીને પેટલાદ પંથકમાંથી રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, દ્વારા જીલ્લાના ગુન્‍હાઓમાં નાસતા - ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અન્‍વયે રૂરલ એલસીબી શાખાના પો. ઇ. વી. વી. ઓડેદરા, પો. સબ. ઇન્‍સ. ડી. જી. બડવા તથા પો. સ. ઇ. એચ. સી. ગોહીલ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્‍યાન પો. સબ ઇન્‍સ. ડી. જી. બડવા, પો. હેડ કો. નિલેશભાઇ ડાંગર તથા દિવ્‍યેશભાઇ સુવાની સંયુકત બાતમી આધારે જેતપુર સીટી પો. સ્‍ટે.ના ફસ્‍ટ ગુ. ર. નં. ૩૧૪૦-ર૦૧૪ ગુજરાત મુલ્‍ય વર્ધીત વેરા અધિનીયમ ર૦૦૩ ની કલમ ૮પ (૧), (જ), (ચ), (છ), તથા કેન્‍દ્રીય વેરા અધિનીયમ ૧૯પ૬ ની કલમ ૯(૭) જીલ્લા સરકારી નાણાની ઉચાપતના ગુન્‍હામાં કામે છેલ્લા આઠ વર્ષથી નાસતા - ફરતા આરોપી શૈલેષકુમાર રમણીકલાલ સંઘવી રહે. લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે, મ્‍યુનિસીપાલીટી ત્રણ માળીયા, બ્‍લોક નં. ૧ર રૂમ, નં. ર-૯૮ રાજકોટ હાલ રહે. માણેજ ગામ તા. પેટલાદ જી. આણંદને પેટલાદ પંથકમાંથી પકડી પાડેલ જેતપુર પોલીસને હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ. એસ. આઇ. મહેશભાઇ જાની, પો. હેડ કો. નિલેશભાઇ ડાંગર, દિવ્‍યેશભાઇ સુવા, ધર્મેશભાઇ બાવળીયા, વિરરાજભાઇ ધાંધલ, શકિતસિંહ જાડેજા, વાસુદેવસિંહ જાડેજા, પો. કો. ભાવેશભાઇ મકવાણા, મેહુલભાઇ સોનરાજ, કૌશીકભાઇ જોશી, મહેશભાઇ સારીખડા, તથા ડ્રા. પો. કો. અનિરૂધ્‍ધસિંહ જાડેજા રોકાયા હતાં.

(1:26 pm IST)