Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

ચોટીલાના મઘરીવાડા પાસે વાહનની ઠોકરે ચડતાં અજાણ્‍યા યુવાનનું મોત

રાજકોટ તા. ૧૬: ચોટીલાના મઘરીવાડા નજીક પેટ્રોલ પંપ પાસે અજાણ્‍યા આશરે ૨૫ વર્ષના યુવાનનું હિટ એન્‍ડ રનની ઘટનામાં મોત નિપજ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ આશરે પચ્‍ચીસ વર્ષનો એક યુવાન પેટ્રોલ પંપ પાસે કોઇ વાહનની ઠોકરે ચડી જતા ગંભીર ઇજા થતાં  ચોટીલા હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે ચોટીલા પોલીસને જાણ કરી હતી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ પરિચીત હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. મૃતદેહ રાજકોટની સિવિલ હોસ્‍પિટલ ખાતે રાખવામાં આવ્‍યો છે.

(12:09 pm IST)