Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

રાજકોટથી વતન ભેટસુડા ગયેલા જયેશ પર વિજયનો લાકડીથી હુમલો

જયેશના પિતાને ચાલતા જુના મનદુઃખનો ડખ્‍ખો

રાજકોટ તા. ૧૬: ચોટીલાના ભેટસુડા ગામના વતની અને હાલ રાજકોટ રહી ખાનગી હોસ્‍પિટલમાં નર્સિંગ સ્‍ટાફમાં નોકરી કરતાં જયેશ નાથાભાઇ પરમાર (ઉ.૨૪)ને ગત સાંજે તેના ગામ ભેટસુડા ગામે વાડીએ હતો ત્‍યારે વિજય કોળી અને અજાણ્‍યાએ આવી ઝઘડો કરી લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલી થતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે નાની મોલડી પોલીસને જાણ કરી હતી.

જયેશે જણાવ્‍યું હતું કે હું બેંકના કામ માટે ગઇકાલે જ ગામડે ગયો હતો. સાંજે વાડીએ હતો ત્‍યારે મારા પિતાજીને અગાઉ પાણીની પાઇપ લાઇનના નુકસાન મામલે વિજય સાથે માથાકુટ થઇ હોઇ તેનો ખાર રાખી મારા પર હુમલો કરવામાં આવ્‍યો હતો.

(11:54 am IST)