Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

રાજકોટ જીલ્લામાં ૧૩૬ ટીમો દ્વારા રાઉન્‍ડ ધ ક્‍લોક ચેકીંગ

રાજકોટ તા. ૧૬:  રાજકોટ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણ માટે રાજકોટ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા રાઉન્‍ડ ધ કલોક ૮ કલાકની ત્રણ સિફટમાં ૧૩૬ ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ, રોકડની હેરફેર અટકાવવા સહિતના ચેકીંગ સહિતની ક્ષેત્રિય કામગીરી કરાવવામાં આવી રહી છે. 

નિષ્‍પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્‍સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા મત વિસ્‍તારમાં વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

૪૮ સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમ(sst) , ફલાઇંગ સ્‍કોવોડની ૪૮ ટીમ(fst), વિડિયો સર્વેલન્‍સની ૧૬ ટીમ(vst), વિડિઓ વ્‍યુઇંગ ની ૧૬ ટીમ, આસિસ્‍ટન્‍ટ એકસ્‍પેન્‍ડીચર ઓફિસર(AEO)ની ૮ ટીમ દ્વારા આ સઘન કામગીરી કરવામાં આવી રહી છે. 

(11:19 am IST)