Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

એજી કચેરી દ્વારા ઓડિટ દિવસ-ઓડિટ સપ્‍તાહની ઉજવણી થશે : વિવિધ સ્‍પર્ધા યોજાશે

રાજકોટ,તા. ૧૬ : રાજકોટ સ્‍થિત પ્રિન્‍સિપાલ એકાઉન્‍ટન્‍ટ જનરલની કચેરી દ્વારા ઓડિટ દિવસ અને ઓડિટ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલના કાર્યાલય દ્વારા દર વર્ષે ૧૬ નવેમ્‍બરને ‘ઓડિટ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૬ નવેમ્‍બરથી ‘ઓડિટ સપ્તાહ'ની પણ ઉજવણી કરવામાં આવશે.

AG ઓફિસ દ્વારા ઓડિટ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં નિબંધ લેખન, ડિબેટ, રંગોળી, સ્‍લોગન, ચિત્રકળા, ક્‍વિઝ કોમ્‍પીટીશન, જેવા ઉપક્રમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્‍ટેટ ટ્રેઝરીના અધિકારીશ્રીઓ સાથે બે દિવસનો વર્કશોપ એક્‍સપર્ટ ટોક, ઓડિટ વોક જેવા કાર્યક્રમોની સાથે-સાથે સંગીત- નૃત્‍ય સાથે કલ્‍ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

(12:09 pm IST)