Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

ક્રાઈમ પેટ્રોલથી ખૂબ જ જાણીતા બનેલા અનુપ સોનીએ અનેક સિરીયલો- ફિલ્‍મોમાં કામ કરી ચૂકયા છે

‘બાલીગંજ નાટક'ને હવે જૂજ દિવસો બાકી , બને તેટલી ઝડપથી ટિકિટ બુક કરવા અનુરોધઃ ટિકિટ બુકિંગ માટે હેમુ ગઢવી હોલ ખાતે અથવા મો. મો.૯૦૨૩૨ ૮૨૪૦૭ અને બુકમાઇશો પર પણ ઉપલબ્‍ધ''

રાજકોટઃવિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ આયોજિત નાટક ‘બાલીગંજ ૧૯૯૦' માટે ધડાધડ બુકીંગ થઇ રહ્યું છે ત્‍યારે આપણે છેલ્લા ૨ દિવસ થી નાટકની સ્‍ટારકાસ્‍ટ વિષે વાત કરી રહ્યા છીએ. તો આવો આજે જાણીએ નાટકના મુખ્‍ય કલાકાર હીરો - અનુપ સોની વિષે.

અનુપ સોનીને આપણે સહુ ક્રાઇમ પેટ્રોલના હોસ્‍ટ અને સાવધાન ઈન્‍ડિયાના હોસ્‍ટ તરીકે સુપેરે જાણીએ છીએ પરંતુ તે સિવાય પણ તેમને અનેક સિરિયલો અને ફિલ્‍મોમાં કામ કર્યું છે.

અનુપ સોની (જન્‍મ ૩૦ જાન્‍યુઆરી ૧૯૭૫).એક ભારતીય અભિનેતા અને એન્‍કર છે. તેઓ નેશનલ સ્‍કૂલ ઓફ ડ્રામાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓએ તેમની કારકિર્દીની શરૂઆત સી હોકસ અને સાયા જેવી ટેલિવિઝન સિરિયલોમાં ભૂમિકાઓથી કરી હતી. ત્‍યારબાદ તેમણે ફિલ્‍મોમાં કામ કરવા માટે ટેલિવિઝનમાંથી બ્રેક લીધો. તે ૨૦૦૩ની ફિલ્‍મો ખરાશે. સ્‍કાર્સ ફ્રોમ રાયોટ્‍સ,હમ પ્‍યાર તુમ્‍હી સે કર બેઠે, તેમજ હથિયાર જેવી ફિલ્‍મોમાં  દેખાય હતા. ૨૦૦૪માં, તેઓ અશોક પંડિતની ફિલ્‍મ શીનમાં દેખાયા હતા.પરંતુ તે  સીઆઈડી સ્‍પેશિયલ બ્‍યુરોમાં કામ કરવા ટેલિવિઝન પર પાછા ફર્યા.તેઓ  ફિલ્‍મો અને ટેલિવિઝન બંનેમાં કામ કરવાનું ચાલુ રાખે છે, અને તેમણે અગાઉ સોની પર ક્રાઈમ પેટ્રોલ સિરિયલમાં કામ કર્યું હતું.

અનુપ સોનીએ ૧૯૯૯માં રિતુ સોની સાથે લગ્ન કર્યા.આ લગ્નથી તેમને બે પુત્રીઓ છે. ઝોયા (જન્‍મ ૨૦૦૪) અને માયરા (જન્‍મ ૨૦૦૮), આ દંપતીએ ૨૦૧૦માં છૂટાછેડા લીધા હતા.ત્‍યારબાદ, તેમણે અભિનેતામાંથી રાજકારણી બનેલા રાજ બબ્‍બરની પુત્રી જુહી બબ્‍બર સાથે ૧૪ માર્ચ ૨૦૧૧ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં શાંત સમારોહમાં લગ્ન કર્યા. નાદિરા બબ્‍બર (જુહીની માતા)ના નાટકમાં કામ કરતી વખતે બંનેની મુલાકાત થઈ હતી. ૨૦૧૨માં જુહીએ પુત્ર ઈમાનને જન્‍મ આપ્‍યો હતો

અનુપ સોની એ ગોડમધર , રાઝ, ગંગાજલ , ફૂટપાથ, દસ કહાનિયા, સત્‍યમેવ જયતે અને સાસબહૂ ઔર આચાર પ્રાયવેટ લિમિટેડ નામની ફિલ્‍મો માં પોતાના કૌશલના અજવાળા પથારી ચુકયા છે જયારે સિરિયલો ની વાત કરીયે તો તેઓએ બાલીકાવધૂમાં બાલીકાવધૂના સસરાથી લઇને કોમેડી સર્કસ, શાંતિ, કહાની ઘર ઘર કી, તેહકીકત, આહટ વગેરે જેવી અનેક સિરિયલો અને અનેક વેબસીરીઝમાં કામ કર્યું છે.

આવા ખ્‍યાતનામ કલાકાર ને સ્‍ટેજ પર લાઈવ પર્ફોર્મ કરતા જોવાનો આનંદ જ કૈંક  અનેરો હોય છે. તો રાજકોટ ઝડપથી ટિકિટ બુક કરવો કારણકે હવે તો નાટક આડે ૩ દિવસ જ રહ્યા છે.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટના આ પ્રયોગમાં તેમના વડીલ અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડ્‍યો છે. આ ઉપરાંત બાલીગંજ ૧૯૯૦ નાટકના સપોર્ટર્સ તરીકે પ્રભુ હાઈટ્‍સ, માઇક્રો ફાઈન ઘરઘંટી, સાગર પાઇપ્‍સ એન્‍ડ ફીટીંગ્‍સ, , કાઠિયાવાડી સ્‍વાદબંધુ, શેર-ઈટ ફૂડ્‍સ , હાથી મસાલા, કેરેટ લેન - તનિષ્‍ક જ્‍વેલરી, ગ્‍લોબલ  આઈવીએફનો સહકાર સાંપડ્‍યો છે. 

એકમાત્ર  પ્રયોગ ૧૯ નવેમ્‍બર, શનિવાર હેમુગઢવી હૉલ, રાત્રે ૯:૩૦ કલાકે.

ટિકિટ માટે મો.૯૦૨૩૨ ૮૨૪૦૭ અથવા બુકમાઈશો

(11:13 am IST)