Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

મનપામાં નવી ૧૪ આધાર કીટ ૧૭.૩૬ લાખના ખર્ચે ખરીદાશે !!

સ્‍ટેન્‍ડીંગ કમિટિમાં આધાર નોંધણી કીટ, આતશબાજીના કાર્યક્રમનો ખર્ચ, મનપાના જીમમાં સાધનો ખરીદવા સહિતની ૧૧ દરખાસ્‍તો આચારસંહિતાને કારણે પેન્‍ડીંગ

આજે સવારે મ્‍યુનિ. કોર્પોરેશન કચેરીમાં યોજાયેલ મનપાની સામાન્‍ય સભા તથા સ્‍ટેન્‍ડીંગ કમિટિ બેઠક પૂર્વે ભાજપની સંકલન બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉપસ્‍થિત મેયર, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન તથા દંડક તેમજ વિવિધ વોર્ડના નગરસેવકો દૃશ્‍યમાન થાય છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૫ : મ્‍યુનિ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્‍ટેન્‍ડીંગ કમિટિમાં આતશબાજી કાર્યક્રમનો ૯.૩૪ લાખનો ખર્ચ તથા મનપામાં ૧૪ આધાર નોંધણી કીટ ૧૭.૩૬ લાખના ખર્ચે ખરીદવા સહિત ૧૧ દરખાસ્‍તોને પેન્‍ડીંગ રાખવામાં આવી હતી.

આ અંગેની વિગતો મુજબ સ્‍ટેન્‍ડીંગ કમિટિના એજન્‍ડા મુજબ ધી જી.પી.એમ.સી.એકટની કલમ-૨૮૯ અન્‍વયે ફાયર બ્રિગેડની અઠવાડિક કામગીરીના રિપોર્ટ જાણમાં, ધી જી.પી.એમ.સી.એકટની કલમ-૨૯(ક) હેઠળની જુદી જુદી વોર્ડ કમિટીના ઠરાવો જાણમાં લેવા, સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ પ્રોજેકટ તથા રાજકોટ મહાનગરપાલિકાના અન્‍ય પ્રોજેકટ માટે નેશનલ ઇન્‍ફોર્મેટીકસ સેન્‍ટર સર્વિસીઝ ઇન્‍કોર્પોરેટેડને કન્‍સલટન્‍ટની કામગીરી આપવા, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તથા સંસ્‍થા સંચાલિત જીમ ખાતે ઇકવીપમેન્‍ટસ ૩૪.૫ લાખના ખર્ચે  ખરીદ કરવા,  શહેરમાંથી ઉત્‍પન્‍ન થતા કન્‍સ્‍ટ્રકશન એન્‍ડ ડિમોલીશન વેસ્‍ટ પ્રોસેસીંગ કરવા માટે કન્‍સ્‍ટ્રકશન એન્‍ડ ડિમોલીશન વેસ્‍ટ રીસાઇકલીંગ પ્‍લાન્‍ટના કોન્‍સોર્ટિયમ જે/વી ટેકનિકલ પાર્ટનર પુષ્‍પેન્‍દ્રસિંહ આર. ભટ્ટી બદલાવાથી તેમના બદલે નવા કોન્‍સોર્ટિયમ જે/વી ટેકનિકલ પાર્ટનર રીલાયેબલ ઇન્‍ફ્રા. સાથે એગ્રીમેન્‍ટ કરવા, મહાનગરપાલિકા દ્વારા તા.૨૨ સપ્‍ટેમ્‍બરના રોજ યોજવામાં આવેલ આતશબાજી કાર્યક્રમનો ચુકવેલ ૯.૩૪ લાખ ખર્ચ બહાલ રાખી મંજુર કરવા.

‘વંદે ગુજરાત' વિકાસયાત્રા કાર્યક્રમમાં નોન આર.સી. ચુકવેલ ૨ લાખનો ખર્ચ મંજુર કરવા તથા મહાનગરપાલિકાની ચુંટણી શાખા માટે ૧૪ નંગ આધાર નોંધણી કીટ ૧૭.૩૬ લાખના ખર્ચે ખરીદ કરવા , શહેરના વોર્ડ નં.૦૬માં નવી લાયબ્રેરી માટે કોમ્‍પ્‍યુટર્સ અને પ્રિન્‍ટર્સ ખરીદ કરવા તથા શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ-રાજકોટને પૂ. રણછોડદાસજી બાપુ કોમ્‍યુનિટી હોલ યુનિટ-૧ તથા યુનિટ-૨ નિયત સમયમર્યાદા પહેલા રીઝર્વેશન કરી આપવા, શ્રી છત્રસાલ યુવક મંડળને પંચદિવસીય પારાયણ સપ્‍તાહ માટે પૂજય રણછોડદાસજી બાપુ કોમ્‍યુનિટી હોલ યુનિટ-૧ તથા યુનિટ-૨ નિયત સમય મર્યાદા પહેલા બુકીંગ કરી આપવા સહિતની ૧૧ દરખાસ્‍તોનો સમાવેશ થાય છે. પરંતુ હાલમાં ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોય તમામ દરખાસ્‍તો અનિર્ણિત રખાયાનું સ્‍ટે. કમિટિ ચેરમેન પુષ્‍કરભાઇ પટેલે જણાવાયું હતું.

(5:44 pm IST)