Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

યંગ મુસ્લિમ ગ્રુપ દ્વારા ઇદની ઉજવણી

રાજકોટઃ ઇદે મિલાનુન્નબી નિમિતે શહેરભરના લાખો મુસ્લિમ બિરાદરો દ્વારા જન્મદિવસની ઉજવણી રૂપે વિશાળ જુલુસ કાઢવામાં આવેલ. આ પ્રસંગે યંગ મુસ્લિમ ગ્રુપ દ્વારા સદર બજાર ચોક ખાતે નાન ખટાઇ, કેક, બિસ્કીટ, પીપર, ચોકલેટ, વેફર તેમજ ફ્રુટનું વિતરણ કરવામાં આવેલ. યંગ મુસ્લિમ ગ્રુપના રફીક માલાણી, એજાઝ મેમણ, શૈલેષભાઇ અબાણી સહિત એહશાન ચૌહાણ, ફારૂક ગોપલાણી, રાજેષભાઇ અમલાણીયા, બસીર શેખ, ઇકબાલભાઇ મોગલ, જુમ્માભાઇ શેખ, ઇુનુસભાઇ જુણેજા, ઇસુફભાઇ દલ, જાવીદભાઇ લાખાણી, સોહીલ માલાણી, એઝાજ મેમણ, ઇરફાનભાઇ વગેરે હાજર રહેલ. આ વિસ્તારના વેપારી મિત્ર દ્વારા મુસ્લિમ બિરાદરોને ઇદે મિલાદુન્નબીની શુભેચ્છા પાઠવવામાં આવેલ. તેવી સોહીલ રાજની યાદી જણાવે છે.

(3:56 pm IST)