Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

પત્નિ ઝઘડો કરી માવતરે જતી રહેતાં સુનિલ ટાંકે ઘરેથી નીકળી જઇ એસિડ પી ગટગટાવ્યું

ન્યુ રામેશ્વરમાંથી ઘરેથી નીકળી અંબિકા ટાઉનશીપ પાસે પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૬: સહકાર રોડ પર ન્યુ રામેશ્વર-૫માં રહેતાં સુનિલ મહેન્દ્રભાઇ ટાંક (ઉ.૩૩) નામના કડીયા યુવાને રાત્રે ઘરેથી નીકળી જઇ મોટા મવા રોડ અંબિકા ટાઉનશીપથી આગળ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રવિભાઇએ તાલુકા પોલીસને જાણ કરી હતી. સુનિલ અગાઉ કડીયા કામ કરતો હતો. હાલમાં પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરે છે. તેના લગ્ન આઠ વર્ષ પહેલા ભવનાથ સોસાયટીમાં રહેતી કાજલ સાથે થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. સુનિલના કહેવા મુજબ તેની પત્નિ અવાર-નવાર નાની-નાની વાતે ઘરમાં ઝઘડા કરતી રહે છે. ગઇકાલે પણ તે ઝઘડો કરીને તેના માવતરે જતી રહી હતી. આથી પોતાને માઠુ લાગી જતાં પોતે પણ મગજ ભમતાં એસિડ લઇ ઘરેથી નીકળી ગયો હતો અને ચાલતો-ચાલતો અંબિકા ટાઉનશીપથી આગળ પહોંચ્યા બાદ એસિડ પી ગયો હતો. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(12:58 pm IST)