Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રવિવારે ગોસ્વામી સમાજના તારલાઓનું સન્માનઃ સ્નેહમીલનઃ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે

૫૫૦ વિદ્યાર્થીઓને શિલ્ડ, સન્માનપત્ર- ભેટ અપાશેઃ ફેબ્રુઆરીમાં ૧૦૧ દીકરીઓના સમુહલગ્ન

રાજકોટ,તા.૧૫: શ્રી મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ પ્રેરિત શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ દ્વારા આગામી તા.૧૭ને રવિવારના રોજ સવારે ૯ કલાકે શ્રી હેમુગઢવી હોલ ખાતે તેજસ્વી વિદ્યાર્થી સત્કાર સમારંભ તથા નૂતન વર્ષ સ્નેહમિલન અને ગુજરાત રાજયના ગોસ્વામી સમાજના સૌથી મોટા સંગઠન શ્રી મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના નિયુકત પદાધિકારીઓ તથા ગુજરાતના તમામ જિલ્લાના ટ્રસ્ટીશ્રીઓને સન્માનવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિમંડળ રાજકોટ છેલ્લા ૩૪ વર્ષથી ગોસ્વામી સમાજના વિકાસ અને સંગઠન માટેની વિવિધ પ્રવૃતિઓ કરે છે. આ વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમમાં દર વર્ષે ૫૫૦ થી ૬૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. આ વર્ષે પણ ધો.૧ થી કોલેજ કક્ષા સુધીના ૮૦ ટકાથી વધુ માકર્સ મેળવતા ૫૨૫ જેટલા વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ સિધ્ધિ મેળવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવનાર છે. આ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, મીઠાઈ તથા ઈનામો આપવામાં આવશે. આ ઉપરાંત નવનિયુકત પદાધિકારીઓ તથા ટ્રસ્ટીઓનું સન્માન થશે.

ગોસ્વામી સમાજના સૌથી મોટું સંગઠન શ્રી મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ છે જેના સમગ્ર ગુજરાતમાં ૫૦ હજાર જેટલા પરિવાર આજીવન સદસ્યો છે તેના નવનિયુકિત પદાધિકારીઓનો સન્માન સમારંભ તથા નૂતનવર્ષ સ્નેહમિલન રાખવામાં આવેલ છે. આ સંસ્થા દ્વારા આગામી ફેબ્રુઆરીમાં અમરેલી ખાતે ૧૦૧ કન્યાઓના ભવ્યાતિભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમ શ્રી દશરથ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી પ્રેમગીરી દેવગીરી ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને તેમજ ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત અધ્યક્ષ મહામંડળ પૂર્વમહામંત્રી અને સોમનાથ ટ્રસ્ટના મહામંત્રી પ્રફુલગીરી ત્રિભુવનગીરીના પ્રમુખ સ્થાને યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રવિણપુરી, યશવંતપુરી, પ્રિયકાન્તપુરી સ્વામી, પી.સી.ગોસ્વામી, ડો.કેતનગીરી, ઈશ્વરગીરી, ડો.વી.જી.ગોસ્વામી, નિલેશપુરી, શિવપુરી, ભરતભારથી વશરામભારતી, તેમજ રાજકીય આગેવાનો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ધનસુખભાઈ ભંડેરી, નિતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, અશ્વિનભાઈ મોલીયા તથા ઉદયભાઈ કાનગડ, અનિતાબેન ગૌતમગીરી તેમજ મહામંડળના અધ્યક્ષ મહેન્દ્રગીરી, દોલતગીરી, પ્રમુખ હરેશભારથી, બાબુભારથી, ઉપપ્રમુખ મનસુખપુરી, રામપુરી તથા મહેન્દ્રગીરી, કરશનગીરી, મહામંત્રી રોહિતપુરી, જયેન્દ્રપુરી, કોષાધ્યક્ષ કિરીટગીરી મણીગીરી, ગોસ્વામી પ્રકાશના તંત્રી બળદેવપુરી મગનપુરી તથા પ્રવકતા સંજયગીરી બચુગીરી ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ જાગૃતિ મંડળના પ્રમુખ જયોતિષગીરી રામગીરી, મંત્રીશ્રી વિજયગીરી અમૃતગીરી, યુવક મંડળના પ્રમુખ હરેશગીરી પ્રભાતગીરી તેમજ મહામંડળના રાજકોટના ટ્રસ્ટી પ્રવણિભારથી ધરમ ભારથી અને જિલ્લા પ્રમુખ અશ્વિનગીરી બચુગીરીના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવેલ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જાગૃતિ મંડળના હોદ્દેદારો સર્વશ્રી દિપકગીરી બાબુગીરી, અશ્વિનગીરી હિરાગીરી, પ્રવિણગીરી ઝવેરપુરી, જયોતિષગીરી ફુલગીરી, શાંતિગીરી સામતગીરી, પ્રમોદગીરી અરવિંદગીરી, રાજેશગીરી ઈશ્વરગીરી, કિશોરપુરી ઝવેરપુરી, સતિશગીરી તથા ભુપતગીરી તેમજ શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ રાજકોટના હોદદેદારો વિરલપુરી ધર્મપુરી, ગૌતમગીરી ચમનગીરી, અજયવન રમેશવન, ભાવેશગીરી નટવરગીરી, કૈલાશગીરી હંસગીરી, કલ્પેશગીરી અનોપગીરી, જનકપુરી રમણીકપુરી, હિતેશભારથી વિનોદભારથી, પ્રફુલ પર્વત, દિનેશ પર્વત, અજયભારથી અશ્વિનભારથી, મૌલિકગીરી અશ્વિનગીરી, સુરેશગીરી શાંતિગીરી, વિપુલગીરી ચમનગીરી, વિશાલભારથી હિમતભારથી, સાવનગીરી રાજેશગીરી, અલપેશગીરી, હિંમતગીરી, નિલેશપુરી રમેશપુરી, ગૌરવભારથી વિજયભારથી, વરૂણપુરી રણછોડપુરી, ચેતનપુરી કમલપુરી, સહિના જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં પી.ડી.ગોસ્વામી, જયોતિષગીરી રામગીરી, પ્રફુલગીરી ત્રિભુવનગીરી, વિજયગીરી અમૃતગીરી, વિનોદભારથી સજીવનભારથી, મહેશગીરી શંભુગીરી, પ્રવિણપુરી ઝવેરપુરી, ડો.વી.જી.ગોસ્વામી, અજયવન રમેશવન, અશ્વિનગીરી બચુગીરી, પ્રમોદપુરી મોહનપુરી, ધર્મેન્દ્રગીરી ચતુરગીરી, ગૌતમગીરી ચમનગીરી, સુરેશગીરી શાંતિગીરી અને વિરલપુરી ધરમપુરી નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:39 pm IST)