Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

રાજકોટ-આટકોટના મારામારી, લૂંટ અને એટ્રોસીટીના ગુનામાં ફરાર સનીયો પકડાયો

પેરોલ ફરલો સ્‍ક્‍વોડે દૂધ સાગર રોડ પરથી પકડી લીધો

રાજકોટ તા. ૧૬:  જુદા-જુદા ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડી લેવાની ઉચ્‍ચ અધિકારીઓની સુચના અંતર્ગત પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમે થોરાળા પોલીસના મારામારીના તથા આટકોટ પોલીસના લૂંટ અને એટ્રોસીટીના ગુનામાં ફરાર શખ્‍સ સની ઉર્ફ સનીયો પ્રવિણભાઇ ચોૈહાણ (રહે.દુધ સાગર રોડ)ને દૂધની ડેરી પાસેથી પકડી લેવાયો છે.

પીએસઆઇ બી. કે. ખાચરની રાહબરીમાં હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, બકુલભાઇ વાઘેલા, કોન્‍સ. જયપાલસિંહ ઝાલા, જયદેવસિંહ પરમાર, ચંદ્રકાંતભાઇ સહિતની ટીમે બાતમી પરથી આ શખ્‍સને પકડી લઇ થોરાળા પોલીસને સોંપ્‍યો છે. સની ઉર્ફ સનીયા વિરૂધ્‍ધ થોરાળામાં મારામારીનો અને આટકોમાં લૂંટ તથા એટ્રોસીટીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે સતત ભાગતો ફરતો હતો. તેને ઝડપી લઇ આટકોટ પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

(12:03 pm IST)