Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

દુધ-શીંગદાણા અને શુધ્ધ ઘીના નમુના નાપાસઃ ૮ પેઢીને ૧.ર૦ લાખનો દંડ

મ્યુનિસીપલ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે લીધેલા નમુનાઓમાં મારૂતી શોપીંગ સ્ટોર્સનાં લુઝ શીંગદાણામાં વધુ પડતા ડેમેજ નિકળ્યાઃ પટેલ ડેરી (નાના મવા રોડ)ના શુધ્ધ ઘીમાં વનસ્પતીની ભેળસેળ ખુલીઃ રવેચી હોટલનું દુધ ઓછા ફેટનું નિકળ્યું

રાજકોટ, તા., ૧૬: મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે લીધેલા શીંગદાણા, દુધ અને શુધ્ધ ઘીનાં નમુનાઓ રાજય સરકારની લેબોરેટરીમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં નાપાસ કરાયાનું આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

આ અંગે આરોગ્ય વિભાગની સતાવાર યાદીમાં જણાવાયુ છે કે, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે ખોરાકજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલાંના ભાગરૂપે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે  લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં ત્રણ નમૂનાઓ નાપાસ થયેલ છે તેમજ એજયુડીકેશન કાર્યવાહી બાદ  એજયુડીકેશન ઓફિસર દ્વારા ૮ પેઢીઓને દંડ કરાયેલ છે.

    નાપાસ થયેલ નમૂનાની વિગત

(૧)શિંગદાણા (લુઝ) મારૂતિ શોપીંગ સ્ટોર્સયુનિવર્સિટી રોડ માંથી લેવાયેલ જેમાં નિયત માત્રા કરતા વધુ (૨) શુદ્ઘ ઘી (લુઝ) પટેલ ડેરી ફાર્મનાના માવા રોડ માંથી લેવાયેલ જેમા વનસ્પતિની હાજરી (૩) ભેસનું દૂધ (લુઝ)        રવેચી હોટલ, હરિદર્શન સ્કુલ પાસે,૧૫૦, ફૂટ રીંગ રોડ માંથી લેવાયેલ જેમા મિલ્ક ફેટ ઓછુ જોવા મળેલ આ તમામ નમૂના નાપાસ થયેલ છે.

એજયુ.કેસ અન્વેય ૮ પેઢીને દંડ

(૧) સાઇ સોના સીંગ બ્રાન્ડ રોસ્ટેડ ચણા (૫૦ ગ્રામ પેકડ)  સાઇ સોના સીંગ કુવાડવા રોડ- મિસબ્રાન્ડેડ હોય રૂ. ૫૦૦૦નો દંડ (૨)        શુભ આનંદ દાણેદાર બરફી(૧૦ કિ.ગ્રા. પેકડ પેક માંથી )   અંજલી સ્વીટરૈયા રોડ- મિસબ્રાન્ડેડ       હોય રૂ. ૧૦, ૦૦૦નો દંડ(૩)      પનીર (લુઝ) ગાત્રાળ દુગ્ધાલય ગાંધીગ્રામ સબસ્ટાન્ડર્ડ   હોય રૂ.૧૦,૦૦૦નો દંડ (૪)       રેશમ પટ્ટો મરચા પાવડર(લુઝ) રઘુવિર મરચા (માંડવો)ઉમીયાજી મસાલા માર્કેટ   સબસ્ટાન્ડર્ડ      હોય રૂ.૧૦,૦૦૦નો દંડ(૫)        એવન નમકીન સાગો બોલ ગુરૂકૃપા સિઝન સ્ટોરધોળકીયા સ્કુલ સામે      મિસબ્રાન્ડેડ      હોય રૂ.૨૫,૦૦૦નો દંડ(૬)  મીઠો માવો (લુઝ) ક્રિષ્ના ડેરી ફાર્મ કોઠારીયા રોડ- સબસ્ટાન્ડર્ડ હોય રૂ. ૧૦,૦૦૦ નો દંડ (૭) પનીર નવજીવન ડેરી ફ્રેશ, સાધુવાસવાણી રોડ સબસ્ટાન્ડર્ડ હોય રૂ.૩૫,૦૦૦નો દંડ (૮) દિવેલનું ઘી(લુઝ)જય એન્ટરપ્રાઇઝ ભગવતીપરા મેઇન રોડ         સબસ્ટાન્ડર્ડ હોય રૂ.૧૫,૦૦૦ નો દંડ કુલ રૂ.૧૨,૦૦૦૦નો દંડ વસુલાયો હતો.

(4:23 pm IST)