Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

લવ જેહાદના કહેવાતા ચકચારી કેસમાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી મંજુર

મરનારની સ્યુસાઇડ નોટ શંકાસ્પદ હોવાની બચાવ પક્ષની રજુઆત

રાજકોટ તા. ૧૬: લવ જેહાદના કહેવાતા ચકચારી પ્રકરણમાં તમામ આરોપીઓનો જામીન પર છુટકારો ફરમાવી સ્યુસાઇડ નોટ શંકાસ્પદ છે તેવો રાજકોટની સેશન્સ કોર્ટ હુકમ કર્યો હતો.

થોડા સમય પહેલા રાજકોટના શિવપરા વિસ્તારમાં રહેતી યુવતીએ રહસ્યમય રીતે આપઘાત કરી લીધેલ ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરતા ભોગ બનનાર યુવતિના પિતાના હિસાબના ચોપડામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવેલ જેના આધારે યુવતિના પિતાએ ગાંધીગ્રામ-ર (યુનિ.) પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૬, ૩૭૬, ૩૪૩, પ૦૬(ર), ૧૧૪ મુજબની ફરીયાદ સ્યુસાઇડ નોટ ના આધારે આપેલ જેમાં પોલીસ દ્વારા આ કામમાં જમીલ બશીરભાઇ સોલંકી તેની માતા અસ્માબેન બશીરભાઇ સોલંકી તેનો મિત્ર ઇરફાન કાથરોટીયાની આ ગુન્હા કામ સબબ ધરપકડ કરેલ ત્યારબાદ રાજકોટની કોર્ટમાં રજુ કરતા આરોપીઓને જયુડીશ્યલ કસ્ટડી હવાલે કરેલ હતા જેથી તેઓનો જામીન પર છુટવા અરજી કરી હતી.

સેશન્સ જજશ્રીએ નારીગૃહના જવાબદાર અધિકારીને ભોગ બનનારની યુવતિની ફાઇલ કોપી રજુ કરવાનો હુકમ ફરમાવેલ જેમાં ઉપરોકત ફરીયાદથી તદન વિપરીત હકીકત રેકર્ડ પર આવેલ અને હાલના આરોપીઓથી યુવતિને કોઇ હેરાનગતિ થયેલ ન હોય પરંતુ મુસ્લીમ યુવક સાથેના પ્રેમ સંબંધને કારણે તેના પિતા એટલે કે આ કામના ફરીયાદીએ યુવતિને શારીરીક અને માનસિક ટોર્ચર કરી અગાઉ પણ ઝેરી દવા પીવડાવી મરવા મજબુર કર્યાની હકીકત રેકર્ડ પર આવેલ ભોગ બનનાર યુવતિએ કરેલ સ્યુસાઇડમાં ઉપરોકત આરોપીઓનો કોઇ ભાગ ભજવેલ ન હોય તેમજ સ્યુસાઇડ નોટમાં જમીલના બદલે જમીર શબ્દનો પ્રયોગ થયેલ હોય જેથી સ્યુસાઇડ નોટ શંકાસ્પદ હોય આમ રેકર્ડ પર આવેલ તમામ હકીકતોને પુરાવાઓને ધ્યાને લઇ તેમજ આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ ધારદાર દલીલો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ રાજકોટના પ્રિન્સીપાલ એન્ડ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ શ્રી ગીતાબેન ગોપીએ તમામ આરોપીઓને જામીન પર છોડવા હુકમ ફરમાવામાં આવેલ.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા રોકાયેલા હતા.

(3:30 pm IST)