Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સત્ય ઘટનાને આધારે લખતા લેખકે એકિટવીસ્ટ બની રહેવુ પડે : ડો. શરદ ઠાકર

રાજકોટ : લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ સંચાલિત અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલયના ઉપક્રમે જાણીતા લેખક અને વકતા ડો. શરદ ઠાકરનું વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતુ. પોતાની ખુબ જાણીતી બનેલી  નવલકથા 'શ્વાસ વિશ્વાસ' પર વકતવ્ય આપતા તેમણે જણાવેલ કે આ એક સત્ય ઘટનાને આધારે બનેલી કૃતિ છે. કથાનાયિકા તન્હાની સ્થિતિ આજની યુવતીઓ માટે રેડ સિગ્નલ સમાન છે. સત્ય ઘટનાને આધારે લખતા લેખકે એકિટવીસ્ટ બની રહેવુ પડે છે. વ્યાખ્યાનને અંતે પ્રશ્નોતરી થતા શ્રોતાઓ દ્વારા પુછાયેલા પ્રશ્નોના તેમણે સંતોષકારક ઉતરો આપ્યા હતા. કાર્યક્રમના આરંભે નિતીન વડગામાએ કાર્યક્રમની ભુમિકા સ્પષ્ટ કરી સ્વાગત પ્રવચન કરેલ. લાયબ્રેરીના માનદમંત્રી પ્રવિણભાઇ રૂપાણી મુખ્ય વકતા ડો. શરદ ઠાકરનું પુસ્તક, શાલ, સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત કરેલ. લાયબ્રેરીના કારોબારી સભ્ય અનુપમભાઇ દોશીને તાજેતરમાં મળેલ 'ફુલછાબ એવોર્ડ' બદલ તેમનું પણ લાયબ્રેરીના સહમંત્રી દિનકર દેસાઇ દ્વારા શાલ, સ્મૃતિ ચિન્હ અને પુસ્તક આપી અભિવાદન કરાયુ હતુ. અધ્યક્ષીય ઉદ્દબોધનમાં લાઇબ્રેરીના પ્રમુખ ડો. નિરંજનભાઇ પરીખે પુસ્તકના વાંચનનો મહીમા દર્શાવ્યો હતો.

(3:26 pm IST)