Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

તંત્રને પણ મંદિની અસરઃ ફટાકડા વેચાણ માટે માત્ર ૧૩ અરજીઃ માત્ર ૪૮૦ વેપારીઓએ મંડપ છાજલીની મંજુરી માંગી

ગત વર્ષે ૭૮ લાખની આવક થયેલ આ વખતે ૬૦ લાખ પહોચવાની શકયતા

રાજકોટ તા. ૧પ : આ વર્ષે દિવાળીના તહેવારોનો માહોલ હજુ જામનો નથી માત્ર ૧૦ દિવસ બાકી છે. છતા હજુ બઝારોમાં ભીડ જોવા મળતી નથી એટલુજ નહી મંદિની અસર મ્યુ.કોર્પોરશેનના તંત્ર વાહકોને પણ જોવા મળી છે. કેમ કે દર વર્ષે  કરતા આ વર્ષે ફટાકડાના વેચાણ માટે ફાયર બ્રીગેડ એન.ઓ.સી. માટે અરજીઓ ઓછી આવી છ.ે અને વેપારીઓ તહેવારોમાં જ ેમંડપ છાજલી નાંખે છે તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

આ અંગે કોર્પોરેશનમાંથી પ્રાપ્ત સત્તાવાર આકડાઓ મુજબ દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં વેપારીઓ ધંધાના સ્થળે મંડપ-છાજલી નાંખે છે. આ માટે એસ્ટેટ વિભાગ જરૂરી ભાડુ વસુલીને મંજુરી આપે છે દર વર્ષે મંડપ-છાજલી માટે હજારો અરજી મંજુર થાય છ.ે પરંતુ આ વર્ષે હજુ માત્ર ૪૮૦ વેપારીઓઓેજ મંજુરી માંગી છ.ે અત્રે એ પણ નોંધનીય છે કે ગત વર્ષે મંડપ-છાજલીના ભાડાથી ૭૮ લાખ જેટલી આવક થયેલ. જેની સામે આ વર્ષે માંડ ૬૦ લાખ સુધી આવક પહોંચશે તેવા અંદાજ અધિકારીઓ લગાવી રહ્યા છ.ે

આજ પ્રકારે ફાયર બ્રિગેડ એન.ઓ.સી. માટે ફટાકડાના માત્ર ૧૩ વેપારીઓની અરજી આવે છે દરવર્ષે આ આકડો સેંકડોમાં હોય છે.

આમ દિવાળી નજીક હોવા છતા ફટાકડાના વેપારીઅની એ.ઓ.સી. માટેની અરજીઓ જોઇએ તેટલી સંખ્યામાં નથી આવી આમ બજારમાં મંદિનો માહોલ હોવાની પ્રતિતી તંત્રને થઇ રહી છે.

(8:55 am IST)