Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

વી.વી.પી.ના છાત્રોની ટીસીએસની પસંદગી

રાજકોટઃ વી.વી.પી. કોલેજના કમ્પ્યુટર વિભાગે ૧૦૦% પ્લેસમેન્ટની પરંપરા જાળવી રાખતાં તાજેતરમાં કમ્પ્યુટર ક્ષેત્રની જાયન્ટ મલ્ટીનેશનલ કંપની એવી ''ટાટા કન્સલ્ટન્સી સર્વીસ'' (ટીસીએસ)માં ૭માં સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્મિત મનોજભાઇ શાહ અને નિકીતા જતીનભાઇ શાહ પસંદગી પામ્યા છે. વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયામાં વિભાગીય વડા ડો. તેજસ પાટલીયા, ટ્રેઇનીંગ એન્ડ પ્લેસમેન્ટનાં પ્રોડ સાગર વિરાણી, પ્રો. દિપેશ જોશી અને પ્રો. તેજસ રૂપાણીએ માર્ગદર્શન પુરૃં પાડેલ છે. કમ્પ્યુટર વિભાગની આ કામગીરી બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, સંસ્થાના, પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર તથા સમગ્ર કર્મચારીગણે અભિનંદન પાઠવેલ હતા. (૭.૩૬)

(3:47 pm IST)
  • યુપીના ગાઝિયાબાદ રેલવે સ્ટેશન નજીક કાલકા એક્સપ્રેસ અને ઇએમયુ ટ્રેનની અડફેટે છ લોકો આવ્યા:બેના મોત, ચારને ઇજા access_time 2:48 pm IST

  • રાજ્યભરમાં સ્ટેટ GST વિભાગના દરોડા: અમદાવાદ, સુરત,વડોદરા,રાજકોટ,વલસાડ,મોરબી, દાહોદમાં પેટ્રોલ પંપ પર તપાસ: પંપના માલિકો વેરો ન ભરી ટેક્સ ચોરી કરતા હતા access_time 1:13 am IST

  • 22મીથી તલાટીઓની રાજ્યવ્યાપી હડતાળ :ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ૨૨ તારીખ થી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય :લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આખરે આ નિર્ણય લીધો :૨૨મીએ રાજ્યભરની પંચાયતનો વહીવટ ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી access_time 1:05 am IST