Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

શનિવારે બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રિન્સ-પ્રિન્સેસ રાસોત્સવ

બામ્બુ બીટસ અને બાન લેબના સથવારે ખેલૈયાઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ ે: ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રીયા મુલ્લા ખેલૈયાઓમાં જોમ ચડાવશેઃ લાખેણા ઇનામોની વણઝાર

  રાજકોટઃ તા.૧૬, રંગીલા રાજકોટની ઉત્સવ પ્રેમી જનતા અને ખાસ કરીને ખેલેૈયાઓ જેની આતુરતા શહ જોતા હોય છે તે બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રિન્સ-પ્રિન્સેસ રાસોત્સવનું આ વખતે પણ પરંપરા મુજબ ધમાકેદાર આયોજન તા. ૨૦ ના શનિવારે સાંજે કલાકે નાના મવા સર્કલ પાસે પાર્થરાજ કલબના ગ્રાઉન્ડ ખાતે કરવા માં આવ્યું છે, બાન લેબ્સ અને બામ્બુ બિટસ નો સંગાથ ખેલૈયાઓને ભરપૂર ઉત્સાહિત કરશે તો ગુજરાતી ફીલ્મ અને આલબમની અભિનેત્રી રિયા મુલ્લા ખાસ હાજરી આપી ખેલૈયાઓને જોમ ચડાવશે.

નવરાત્રીના નવદિવસ સુધી અલગ અલગ રાસોત્સવ માં કલાના કામણ પાથરી વિજેતા થનાર પ્રિન્સ -પ્રિન્સેસ ૧૦ માં દિવસે જેમની રાહ હોય છે એ બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવ સતત ૧૬ માં વર્ષે ધમાકેદાર રાસોત્સવ લાવ્યું છે ખેલૈયાઓ જેની પાછળ પાગલ હોય છે તે બાબુ બિટ્સના સથવારે સાંજે ૭ વાગ્યાથી   આ રાસોત્સવ માં શહેરના તમામ પ્રિન્સ-પ્રિન્સેસ વચ્ચે ખરાખરીનો ખેલ ખેલાશે જંગ એવો જામશે કે હર કોઈ ઝૂમી ઉઠશે

બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવમાં વિજેતા થનાર ફસ્ટ સેકન્ડ અને થર્ડ પ્રિન્સ તથા પ્રિન્સેસને બાઈક એલઇડી ટીવી વોશિંગ મશીન સહીત ના લાખેણા ઈનામોની વણઝાર થી નવાજવામાં આવશે ઓરકેસ્ટ્રા ટીમમાં બામ્બુ બિટસના શ્રી ગીરીશભાઈ અને તેની ટીમ જમાવટ કરશે એનાઉન્સર તરીકે ગીરીશકુમાર ગણાત્રા જમાવટ કરશે દાંડીયા કિંગ ગણાત્રા  પાર્થ ગઢવી અને રાજ ગઢવીના ખાસ સહયોગ થી આ રાસોત્સવ વધુ દીપી ઉઠશે.

 આ રાસોત્સવમાં દીપ પ્રાગટય વિધિ માં સર્વે શ્રી બીના બેન આચાર્ય મૈયર શ્રી (રાજકોટ ભાજપ) ડો. રાહુલભાઈ ગુપ્તા-કલેકટરશ્રી (રાજકોટ શહેર), બી.એન. પાની કમિશ્નર શ્રી રાજકોટ મ્યુ. કોર્પોરેશન મનોજ અગ્રવાલ, પોલીસ કમિશ્નર શ્રી રાજકોટ શહેર, સિદ્ઘાર્થ ખત્રી જોઈન્ટ કમિશ્નર શ્રી રાજકોટ શહેર નીતિનભાઈ ભારદ્વાજ માજી સ્ટેનડીંગ ચેરમેન (ભાજપ અગ્રણી) રવિકુમારે સૈની, ડી.સી.પી. જોન-૧( રાજકોટ શહેર) મનોહરસિંહ જાડેજા ડી. સી પી, જોન-૨ રાજકોટ શહેર, મૌલેશભાઇ ઉકાણી બાનલેબ પ્રા લી. નીતિનભાઈ નથવાણી સીટી ન્યૂઝ ચેનલ રાજકોટ, અલ્પાબેન એ. ખાટરીયા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કોંગ્રેસ, જયારે મુખ્ય અતિથિ વિશેષ પદે સર્વે શ્રી ધનસુખભાઇ ભંડેરી ચેરમેનશ્રી ગુજ. ફાઇનાન્સ બોર્ડ યોગેશભાઈ પુજારા -પૂજારા ટેલિકોમ, ધર્મેન્દ્રસિંહ ઝાલા (પીન્ટુભાઇ) સરપંચશ્રી ખાટડી ગામ પરેશભાઈ ડોડીયા ભાજપ રાજકોટ, ચંદ્રકાન્તભાઈ શેઠ (સી.એમ.) મહાવીર સેવા ટ્રસ્ટ હિરેનભાઈ ખીમાણીયા યુવા આહીર અગ્રણી, રાકેશભાઈ પોપટ આર ડી ગ્રુપ રાજકોટ,  નારૂભા જેઠવા ઉદ્યોગપતિ, ઉદયભાઈ કાનગડ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ઈદ્રનીલભાઈ રાજયગુરુ માજી ધારાસભ્ય શ્રી કોંગ્રેસ રાજકોટ, નયનભાઈ દવે સ્કૂલ ટ્રસ્ટી (સનફ્લાવર) હિતેષભાઇ વોરા રાજકોટ જિલ્લા કોંગ્રેસ, પ્રમુખ શ્રી દીપકભાઈ વી. ડોડીયા ખરેડી ઉદ્યોગપતિ,  હેમરાજભાઈ પાડલીયા ઋષિવંશ સમાજ સ્થાપક શ્રી ગાંધીનગર, રાજુભાઈ સોરઠીયા અગ્રણી ઉદ્યોગપતિ મવડી, મોહનભાઇ કુંડારીયા- સંસદ સભ્યશ્રી રાજકોટ શહેર ભાજપ સર્વેસર ચૌહાણ સેનેટ સભ્ય યુવા ભાજપ અગ્રણી ગુણવતભાઈ ડેલાવાલા પ્રમુખ શ્રી સરગમ કલબ,  જયેશભાઇ ઉપાધ્યાય, પરેશભાઈ ગજેરા ખોડલધામ પ્રમુખ માજી અનિલભાઇ ખુંટ, પ્રમુખશ્રી સંસ્કૃતિ યુવા ફાઉન્ડેશન, જયેશભાઇ  રાજપૂત -રાજપૂત સમાજ અગ્રણી પ્રકાશભાઇ ચોટાઈ જલારામ ચીકી રાજકોટ, ભાવેશભાઇ ચૌટાઈ બિલ્ડર રાજકોટ, હસમુખભાઇ એન. ભગદેવ જલારામ ટ્રાન્સપોર્ટ કંપની રાજકોટ, એમ જે સોંલકી ગવર્મેન્ટ કોન્ટ્રાકટર,  શનીભાઈ ઝરીયા યુવા વોર્ડ નં -૭ ભાજપ, સ્મીતભાઈ સૂબા -યુવા અગ્રણી કિંશનભાઇ શાહ -ટેલીકન મેટોડા, અખિલભાઈ શાહ , અખિલ આર્કેડીયા, કમલેશભાઈ મીરાણી રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી ડી. કે. સખીયા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સહીત ના ઉપસ્થિત રહેશે

 આયોજન સફળ બનાવવા આયોજક સર્વેથી અશોકભાઈ બગથરીયા અકિલા પ્રેસ ફોટોગ્રાફર, રાજુભાઈ બોરીચા ભાજપ દંડક માજી નેતા, આશિષભાઇ વાગડીયા મધુવન કલબ ભાજપ કૌર્પોરેટર વોર્ડ નં-૧, ભુપતભાઇ બસિયા ભાજપ અગ્રણી વોર્ડ નં ૧૨, હાર્દિકભાઈ વાળા યુવા અગ્રણી મિલનભાઈ કોઠારી ચેરમેનશ્રી સાંસ્કૃતિક સેલ ભાજપ રાજકોટ, જગદીશભાઈ પટેલ શિવશકિત ડેરી ફાર્મ મવડી મેઈન રોડ રાજકોટ, મહેન્દ્રસિંહ જાડેજા (ચીકુભાઇ) ધાર્મિકભાઈ આર સોરઠીયા એન્જીનીયર કિષ્ના પોડકટ્સ મવડી , જયેશભાઇ સોરઠીયા શૈલેષગ્રૂપ મવડી રાજકોટ,  સુરૂભા જાડેજા (રાવકી) જય ઓટો એડવાઈઝર મવડી મેઈન રોડ, પારસ અનિલભાઈ રાઠોડ કે,ડી. કન્ટ્રકશન રાજકોટ, જયભાઈ ખારા -જૈન યુવા અગ્રણી જય બોરીચા યુવા ભાજપ પ્રમુખ વોર્ડ નં. ૧૩, સુખદેવસિંહ ઝાલા- બલદેવ ગ્રુપ, જીતુભાઇ રાઠોડ , હર્ષ કન્ટ્રકશન, અશોકભાઈ ભરવાડ શકિત યુવા ગ્રુપ મવડી,  બાલાભાઈ વાજા કલાસીક ફાઇનાન્સ, હેમંતભાઈ જોટંગીયા જયોતિ સાઉન્ડ, પારસભાઈ સંઘાણી સેર પોઇન્ટ એમ પાવર, કિશનભાઇ સખીયા યુવા એડવોકેટ, પ્રશાંત ગોંડલીયા સિટી ન્યૂઝ કેમેરામેન, નીરવ  વાઘેલા રામનાથ જવેલર્સ સંદીપ બગથરીયા -અકિલા પ્રેસ ફોટોગ્રાફર રાજકોટ (પ્રમુખ પ્રેસ ફોટોગ્રાફર એસોશિયન જહેમત ઉઠાવી રહયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:28 pm IST)
  • હાલોલના રામેશરા ગામે 3560 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો : પંચમહાલ જિલ્લાના હાલોલના રામેશરા ગામમાં આવેલ અક્ષય ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાંથી 89000ની કિંમતનો 3560 કિલો અખાદ્ય ગોળ ગોધરા આર આર સેલે ઝડપી પાડ્યો access_time 1:05 am IST

  • 22મીથી તલાટીઓની રાજ્યવ્યાપી હડતાળ :ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ૨૨ તારીખ થી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય :લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આખરે આ નિર્ણય લીધો :૨૨મીએ રાજ્યભરની પંચાયતનો વહીવટ ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી access_time 1:05 am IST

  • ગાંધીનગરમાં બુધવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે: સવારની જગ્યાએ સાંજે 6 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે : અછતગ્રસ્ત તાલુકાઓ અંગે નિર્ણય થવાની શક્યતા access_time 1:00 am IST