Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

નવાગામમાં ગોડાઉનમાંથી અને કુચીયાદળ પાસે કારમાંથી રૂ.૧.૪૧ લાખના દારૂ સાથે ૪ પકડાયા

ક્રાઇમ બ્રાંચની ટીમે નવાગામ ગોડાઉનમાંથી ભરત ઉર્ફ બંગડી અને રાહુલ ઉર્ફ ઢબુને તથા એરપોર્ટ પોલીસે કારમાથી રાજસ્થાનના ઓમપ્રકાશ અને સુનિલલાલને પકડ્યા

રાજકોટ તા. ૧૬: અલગ અલગ બે દરોડામાં ક્રાઇમ બ્રાંચે નવાગામમાં એક ગોડાઉનમાંથી બે શખ્સને રૂ. ૯૮૪૦૦ના દારૂ સાથે તથા એરપોર્ટ પોલીસે કુચીયાદળ પાસે કારમાંથી બે રાજસ્થાની શખ્સને રૂ. ૪૩૨૦૦ના દારૂ-બીયરના જથ્થા સાથે પકડી લઇ કુલ રૂ. ૧,૪૧,૬૦૦નો દારૂ-બીયર કબ્જે કર્યો છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે નવાગામ સોસાયટી શેરી નં. ૪માં દિનેશ કોળીના કબ્જાના ગોડાઉનમાં દરોડો પાડી ભરત ઉર્ફ બંગડી સવજીભાઇ સોરાણી (ઉ.૩૦-રહે. કનકનગર-૬) તથા રાહુલ ઉર્ફ ઢબુ ભુપતભાઇ બાબરીયા (ઉ.૨૨-રહે. નવાગામ છપ્પનીયા કવાર્ટર શકિત સોસાયટી-૮)ને રૂ. ૯૮૪૦૦ના ૨૪૬ બોટલ દારૂ સાથે પકડી લીધા છે. કોન્સ. સંજયભાઇ ચાવડા, જગદીશભાઇ વાંક, ભગીરથસિંહ ઝાલા અને ઉમેશ ચાવડાની બાતમી પરથી પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા,  કોન્સ. મહેશભાઇ મંઢ, હિરેન સોલંકી, જગદીશ  વાંક, ઉમેશ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, દિપક ડાંગર, જયપાલસિંહ ઝાલા, સંજય ચાવડા તથા કિરીટસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.

બીજા દરોડામાં એરપોર્ટ પોલીસની ટીમના કોન્સ. કનુભાઇ ભમ્મરની બાતમી પરથી કુચીયાદળ પાસે વેન્ટો કારને અટકાવી તલાસી લેતાં અંદરથી રૂ. ૨૬ હજારની દારૂની બોટલો અને રૂ. ૧૬૮૦૦ના બીયર ૧૬૮ મળી આવતાં તે તથા કાર, મોબાઇલ મળી રૂ. ૪,૫૧,૨૦૦ના મુદ્દામાલ સાથે રાજસ્થાન બાડમેરના સેણેધરી તાબેના હોડુ ગામના ઓમપ્રકાશ હનુમાનરામ પુનીયા (ઉ.૩૬) અને સેણેધરીના ગાધેસરા ગામના સુનિલલાલ ગોરધનરામ જાટ (ઉ.૨૬)ની ધરપકડ કરી છે. પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ વી. સી. પરમાર, એએસઆઇ જીતુભાઇ બાળા, હેડકોન્સ. યોગેન્દ્રભાઇ ચોૈહાણ, અશોકભાઇ કલાલ, કોન્સ. નરેશભાઇ ઝાલા, દિવ્યરાજસિંહ ચુડાસમા, યશપાલસિંહ ઝાલા, મહાવીરસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા અને કનુભાઇ ભમ્મરે આ કામગીરી કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી એસ. આર. ટંડેલની સુચના અંતર્ગત આ દરોડા પાડવામાં આવ્યા હતાં. 

(3:24 pm IST)