Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

લોહાણા મૈત્રી મહિલા મંડળની બેડીનાકા વિસ્તારની બહેનો - બાળકો માટે રવિવારે રાસ ગરબા સ્પર્ધા

રૂમઝૂમ પગલે આવો અંબેમા ચાલો ધીરે ધીરે...

રાજકોટ, તા. ૧૬ : રૂમઝુમ પગલે આવો અંબે માં ચાલો ધીરે ધીરે વેલકમ આદ્યશકિતમાં જગદંબા શ્રી લોહાણા મૈત્રી મહિલા મંડળ બેડીનાકા વિસ્તારની બહેનો માટે આગામી તા.૨૨ને રવિવારના રોજ રા.લો.મ. પ્રમુખ રાજુભાઈ પોબારૂના અધ્યક્ષસ્થાને તથા રા.લો.મ.ના પૂર્વ પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, રઘુવંશી મહિલા અગ્રણી શ્રીમતી સ્નેહાબેન આર. પોબારૂના અતિથિ વિશેષપદે તેમજ સંસ્થાના તમામ હોદ્દેદારો કારોબારી પ્રમુખો તેમજ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં કરણપરા ચોકની કેશરીયા વાડી ખાતે સાંજે ૪ થી ૭ દરમિયાન માં જગદંબાની આરાધના અર્થે ભવ્યાતિભવ્ય ગરીમાપૂર્ણ વાતાવરણમાં રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.

૫ થી ૧૨ વર્ષના બાળકો, ૧૮ થી ૨૫, ૩૬ થી ૫૦ તથા ૫૦થી ઉપરના વર્ષના બહેનો ગરબામાં ભાગ લેશે. તમામ ગ્રુપને વેલડ્રેસ, બેસ્ટ પર્ફોર્મન્સ તથા પ્રિન્સેસ થી નિર્ણાયકોના નિર્ણય પ્રમાણે આકર્ષક ઈનામોથી નવાજવામાં આવશે.

શહેરના છેવાડાના વિસ્તારમાં ૧૫ વર્ષથી સંસ્થાના બાળકો બહેનો તથા સીનીયર સીટીઝનોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રી વિશ્વ લોહાણા મહાપરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ઈન્દીરાબેન શીંગાળાના માર્ગદર્શનમાં ઈન્દીરાબેન જસાણી, અંજનાબેન હિંડોચા, કલાબેન ખખ્ખર, કમલાબેન ભાગ્યોદય, દિપ્તીબેન કક્કડ, કલ્પનાબેન પોપટ, કીર્તીબેન ગોટેચા, શીતલબેન કારીયા તથા નમ્રતાબેન કાનાબાર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તમામ બાળકો તથા બહેનોએ કાર્યક્રમના સ્થળે ૩:૩૦ વાગ્યે એન્ટ્રી લઈ સ્થાન ગ્રહણ કરી લેવા સંસ્થાની યાદી જણાવે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:21 pm IST)