Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

શહેર ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાનું સ્વાગત

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ભાજપ દ્વારા સમગ્ર રાજયમાં એક વ્યાપક જનજાગૃતિ અભિયાન તેમજ સંપર્ક અભિયાન ચાલી રહ્યું છે તેે અંતર્ગત કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા રાજકોટ મહાનગર ખાતે પધારેલ. આ તકે એરપોર્ટ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સહીતના અગ્રણીઓ દ્વારા તેમનું પુષ્પગુચ્છથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

(4:19 pm IST)