Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

નવાગામમાંથી રોહિત અને અસલમ દારૂ ભરેલી કાર સાથે ઝડપાયા

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. રાજેશભાઇ બાળા, રઘુભા વાળા અને સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ ધાંધલ્યાની ટીમની કાર્યવાહીઃ કુલ ૧.૨૧ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૧૬: શહેર ક્રાઇમ બ્રાંચે બેડીપરા શ્રમજીવી સોસાયટી-૧૦માં રાજમોતી મીલ પાસે રહેતાં રોહિત ઉર્ફ જીણો દેવરાજભાઇ રાજૈયા (ઉ.૨૦) તથા દૂધ સાગર રોડ પર ભગવતી સોસાયટી-૨માં રહેતાં અસલમ ઉર્ફ દિલો ઇસ્માઇલભાઇ ગડણ (ઉ.૨૦)ને અલ્ટો કાર જીજે૭એજી-૫૨૬૨માં રૂ. ૨૮૮૦૦નો ૯૬ બોટલ દારૂ રાખી નવાગામ જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળના ભાગે હરભોલે ટ્રાન્સપોર્ટ સામેની ઓફિસ પાસેથી નીકળતાં પકડી લીધા હતાં.પોલીસ કમિશનર સંદિપ સિંહ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. રઘુવીરસિંહ વાળા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, અશોકભાઇ ડાંગર સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે રાજેશભાઇ, રઘુભા અને સિધ્ધરાજસિંહની બાતમી પરથી આ કામગીરી કરવામાં આવી હતી.પોલીસે દારૂ, કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૨૧,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બંને કયાંથી દારૂ લાવ્યા? કોને આપવાનો હતો? તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.

(4:18 pm IST)