Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

પુનીતનગર પાસેથી સ્વીફટ કારમાંથી દારૂની ૧૬૮ બોટલ સાથે બે પકડાયા

તાલુકા પોલીસનો દરોડોઃ જીજ્ઞેશ ધ્રાંગા અને અશ્વીન વાલંભીયાની ધરપકડઃ વિરભાનુ બાલાસરાની શોધ

રાજકોટ તા. ૧૬: વાવડી ગામથી પુનીતનગર જવાના રસ્તે તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સ્વીફટ કારમાંથી દારૂની ૧૬૮ બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદીપસિંઘ તથા જોઇન્ટ કમિશનર અજય ચૌધરી, ડીસીપી રવીમોહન સની, મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે. એમ. ગેડમની સુચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ વી. એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, અરજણભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ જાડેજા, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ લોખીલ, ગોપાલસિંહ જાડેજા, દિપ્પલબેન ચૌહાણ અને રૂપેશભાઇ પટેલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ તથા ગોપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પુનીતનગર જવાના રોડ પરથી પસાર થતી જીજે-૩ ડીજી-૯૭૧૭ નંબરની સ્વીફટ કારને રોકી તલાશી લેતા તેમાંથી રૂ. ૬૭,ર૦૦ની કિંમતની દારૂની ૧૬૮ બોટલ મળી આવતા કારમાં બેઠેલા જીતેશ મોહનભાઇ ધ્રાંગા (ઉ.વ. ૩૭) (રહે. કોઠારીયા રોડ જે. જે. પાર્ક-શેરી નં. ૧) અને ગોંડલ રોડ શીવનગર ૭?૩માં રહેતા અશ્વિન મનહરલાલ વાલંભીયા (ઉ.વ. ૪પ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. જયારે વિરભાનુ બાલાસરા (રહે. રાધાનગર અટીકા વિસ્તાર) ની શોધખોળ હાથ ધરી છે.

(4:08 pm IST)