Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

એ ભાઇ જરા દેખ કે ચલો...

હેલ્મેટને કારણે અકસ્માત થવા માંડ્યા!

અકસ્માત સર્જાય તો ટુવ્હીલર ચાલકોને માથાની ગંભીર ઇજા ન થાય એ માટે ફરજીયાત હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ હેલ્મેટને કારણે વાહન ચાલકો આસપાસ બરાબર જોઇ શકતા ન હોઇ અને ઘણીવાર પાછળથી આવતાં વાહનના અવાજ સાંભળી શકતાં ન હોઇ ડ્રાઇવીંગ કરવામાં ધ્યાન ભંગ થઇ જતાં અકસ્માત થઇ જાય છે. આજે રાજકોટમાં ફરજીયાત હેલ્મેટનો અમલ શરૂ થવાની સાથે હેલ્મેટ પહેરેલા વાહન ચાલકોને અકસ્માત નડવાની શરૂઆત પણ થઇ ગઇ હતી. તસ્વીરમાં અકસ્માતના લાઇવ દ્રશ્યો જોઇ શકાય છે. પડી ગયેલા વાહન ચાલકોની મદદે પોલીસ તથા બીજા વાહન ચાલકો દોડી આવ્યા હતાં. શહેરમાં હેલ્મેટનો કાયદો જરૂરી જ ન હોવાનો રોષ વાહન ચાલકો સતત ઠાલવી રહ્યા છે. હેલ્મેટ પહેરીને નીકળેલા વાહન ચાલકોએ પણ ખુબ મોટા દંડને કારણે હેલ્મેટ પહેર્યા હોવાનું જણાવ્યું હતું. ઉપરોકત તસ્વીરો જીલ્લા પંચાયત-અકિલા ચોકની છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:04 pm IST)