Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

મેળામાં યાંત્રીક રાઇડના ધૂબાકામાં મોજ કરો ફજેત ફાળકા-મોતના કુવા-ઝુલાનો રંગીલી પ્રજા અચૂક લાભ લ્‍યે...

કલેકટર તંત્ર-ગુજરાત સરકારનો આભાર : યાંત્રીક રાઇડ એસો.ના ઝાકીર બ્‍લોચની અપીલઃ મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના...

રાજકોટ તા. ૧૬: રાજકોટનો જગ વિખ્‍યાત ભાતીગળ ભવ્‍યાતિભવ્‍ય લોકમેળો કાલથી શરૂ થઇ રહ્યો છે. તમામ સ્‍ટોલ વેચાઇ ગયા છે. હાઉસફુલ થઇ ગયા છે.
દરમિયાન યાંત્રિક રાઇડ એસો.ના પ્રમુખ શ્રી ઝાકીર બ્‍લોચે એક નિવેદનમાં જણાવ્‍યું છે કે, બે વર્ષના કોરોનાના કપરા કાળમાં મેળો નહિં યોજાતા લોકો અને યાંત્રીકના ધંધાર્થીઓ તથા અન્‍ય સ્‍ટોલ ઇચ્‍છુકો-ધારકો ભારે નિરાશ થયા હતા, પરંતુ આ વખતે કલેકટરશ્રી તથા ગુજરાત સરકારે મેળો યોજી ધંધાર્થીઓને ખુશ કર્યા છે, અમે તમામ યાંત્રિક ધંધાર્થીઓ કલેકટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, તથા ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ...તેમણે જણાવેલ કે મેળામાં અવનવી ફજેત ફાળકા-મોતના કુવા-ઝૂલા-જમ્‍બો જમ્‍પીંગ-ટોરોટોરા-જાદુના ખેલ, ટોરાટોરા વિગેરે અવનવી ૪૪ થી વધુ રાઇડ્‍સનો પ્રજા લાભ લ્‍યે...મોજ કરો...રાજકોટની રંગીલી પ્રજા ઉમટી પડે.   મેળાને   સફળ બનાવે તથા મેઘરાજા ખમૈયા કરે તેવી અલ્લાહ-ભગવાનને પ્રાર્થના.              

 

(3:31 pm IST)