Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાજકોટમાં જુગારીઓ પર પોલીસની ધોંસઃનવયુગપરા, રૈયાગામ, આવાસના કવાર્ટરમાં પત્તા ટીંચતા ૩૧ ઝડપાયા

રાજકોટ તા.૧૬ : શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં પોલીસે પાંચ સ્‍થળે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી તીનપત્તીનો જુગાર રમતા ૩૧ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ નવયુગપરામાં એક મકાનમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની કોસ ભગીરથસિંહ ઝાલને બતમી મળતા નવયુગપરા શેરી નં.પ/૭ કોર્નર ઇંટોના ભઠ્ઠામાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલીક સંજય ગોવિંદભાઇ નારોલા તથા નવયુગપરા શેરી નં૩ના સંદીપ ઉર્ફે બાવો પ્રવિણભાઇ જાદવ, શૈરી નં.પ ના જેન્‍તી ભોલાભઇ વાઘેલા, અશ્વીન હીરભાઇ રાઠોડ, હસમુખ દેવશીભાઇ મકવાણા,મહેશ મેણંદભાઇ પરમાર, શેરી નં.૪ ના રીઝવાન નુરમહંમદભાઇ જેઠવા, સરફરાજ મનીભાઇ મુછડીયા, ઘાંચીવાડ શેરી નં.ર/૭ ના આનંદ ઉર્ફે કાળુ રજીવભાઇ મુછડીયા અને સોરઠીયા, પ્‍લોટ શેરી નં.૬ ના નિખીલ કાન્‍તીલાલભાઇ ચૌહાણને પડી લઇઇ રૂા.૩પ,૦પ૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી આ કામગીરી પી. આઇ. સી. જી. જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ.ટી. ડી.ચુડાસમા, એ.એસ. આઇ. આચે.આર.ચાનીયા, કોન્‍સ. કેતનભાઇ બોરીચા, કોન્‍સ. હરપાલસિંહ જાડેજા,, જયરાજસિંહ કોટીલા, તથા ભગીરથસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડોમાં રૈયાગામ દેવીપુજક વાસમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ.આર.એમ.ઝાલા, હેડ કોન્‍સ. જુવાનસિંહ ગોહિલ તથા કોનસ રાહુલભાઇ રાઠોડેને બાતમી મળતા દેવપુજકવાસમાં આવેલ મકાનમાં દરોડો પાડી તેનપત્તીનો જુગાર રમતા મકાન માલીક શંભુ ધુસાભાઇ મકવાણા તથા દેવીભુજક વાસના સુનીલ ધુસાભાઇ મકવાણા, કે.ક.ે.વી.હોલ પાસે મતીયાપરાના રવી રાજુભાઇ મકવાણા, દેવીભપુજક વાસના રાયધન જખાી જખાણીયા, અને મવડી પ્‍લોટ વિનાયક નગર મતીયગાપરાના જેરામ ધમશીભાઇ સોલંકીને પકડી લઇ રૂા. ર૧૨,૮૬૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

જયારે ત્રીજા દરોડામાં કાલાવડ રોડ પર આવેલા વામ્‍બે આવસા યોજનાના કાવર્ટર પાસે તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ.એન.કે.રાજપુરોહીત તથા કોન્‍સ ધર્મરાજસિંહ રાણા, સહિતે આવાસ યોજના વાર્ટર બ્‍લોક નં. ર૧ ની જમીનમાં દરોડો પાડી નીતપત્તીનો જુગાર રમતા બીપીન કરનભાઇ વાળા, ભવાન ચતુરભાઇ જાદવ, અને નીન્‍તી ગોવિંદભાઇ ધેડાને પકડી લઇ રૂા.૧૧,૮૭૦ ની રોકડ કકબજે કરી કાર્યવાહી મકી રહતી.

રૈયાધાર પાણીના ટાંકા પાસે મચ્‍છોનગર આવાસ યોજના કવાર્ટરમાં કેટલા શખ્‍સો જુગાર રમતા હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. ભગીરથસિંહ ખેર, અનેકોન્‍સી બલભદ્રસિંહ જાડેજાને બામી મળતા રૈયાધારા મચ્‍છોનગર આવાસ યોજના કવાર્ટર નં.સીસ.પ૦૩માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા કાવર્ટર માલીક ચતુર અમરશીભાઇ સમેચા, તથા કાવર્ટર સામે રહેતા કુળની લક્ષ્મણભાઇ સમેચા, કવાર્ટરને બી પ૦૭ ના દિનેશ રવજીભાઇ સોલંકી, કવાર્ટર સામે રહેતા ભરત જીવાભાઇ સમેચા, કિશન મુળજીભાઇ સમેચા, કાવર્ટર નં.૩૦૧ સુનીલ અનુરૂણભાઇ સમેચા, કવાર્ટર સામે રહેતો વિશેક મયાભાઇ વાઘેલા, કાવર્ટર નં.૩૦૪ ના કિશોર રવજીભાઇ સોલંકી અને કાવર્ટરની સામે રહતો કાળુ રામજીભાઇ પરમારને પકડી લઇ રૂા.ર૩,૮૯૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી આ કામગીીરી પી.આઇ.એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એ.વી.જાડેજા, હેડ કોન્‍સ. રાજેશભાઇ મીયાતરા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ભગીરથસિંહ ખેર, કોન્‍સ વનરાજસિંહ લાવડીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, બલભદ્રસિંહ જોજા, મૈયસુરભાઇ કુંભારવાડીયા, ભુપેન્‍દ્રસિંહ વાઘેલા, દ્વારા કરવામાં આવી હતી.

કાલાવડ રોડ પર આવેલા વામ્‍બે આવસા યોજના કવાર્ટર પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની તાલુકા પોલીસ મથકના હેડ કોન્‍સ. ક્રિપલસિંહ ઝાલા, કોન્‍સ. ધર્મરાજસિંહ રાણા અને શિવભદ્રસિંહ ગોહિલને બાતમી મળતા વામ્‍બે આવાસ યોજના કાવાર્ટર બબ્‍લોક નં. ર૧ ની બાજુમાં દરોડો પાડી જાહેરમાં તેનપત્તીનો જુગાર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા બીપીન કરશનભાઇ વાળા, ભવાન ચતુરભાઇ જાદવ અને જેન્‍તી ગોવિંદભાઇ ભેડાને પકડી લઇ રરૂા.૧૧, ૮૭૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી આ કામગીરી પી.આઇ. એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ. એન.કે.રાજપુરહીત એ.એસ.આઇ. આર.બી.જાડેજા, જો.ડી. વાઘેલા, હેડ કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા, કિશનભાઇ પાંભર ક્રિપાલસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, ધર્મરાજસિંહ , હર્ષરાજસિંહ, કુશલભાઇ જોષી અને શિવભદ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:24 pm IST)