Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

શહેરમાં છેલ્લા ૭દિ'માં પાણીજન્‍ય રોગચાળાના ૫૦૦થી વધુ દર્દી

શરદી-ઉધરસના ૩૩૬, સામાન્‍ય તાવના ૧૦૩, ઝાડા-ઉલ્‍ટીના ૯૮ તથા ડેન્‍ગ્‍યુના ૪ કેસ મનપા તંત્રના ચોપડે નોંધાયાઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૨૬૦ ને નોટીસ

રાજકોટ, તા. ૧૬: શહેરમાં છેલ્લા ૭ દિ' શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૫૦૦થી વધુ કેસ નોંધાયા છે. જયારે મચ્‍છર જન્‍ય રોગચાળાના ૪ કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૮ થી તા. ૧૪ ઓગષ્‍ટ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છજન્‍ય રોગચાળાના ૪ કેસ

અઠવાડિયામાં ડેન્‍ગ્‍યુના ૪ કેસ નોંધાયા અને મેલેરિયા ચિકનગુનિયાનો  એકપણ કેસ નોંધાયો નથી. જયારે મેલેરીયાનો સીઝનનો કુલ આંક ૧૪, ડેન્‍ગ્‍યુના ૪૦ તથા ચિકનગુનિયાના ૧૩એ પહોંચ્‍યો છે.

શરદી-તાવના ૫૦૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૩૩૬ તેમજ સામાન્‍ય તાવના ૧૦૩ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૯૮ સહિત કુલ ૫૩૭ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ

સબબ ૨૬૦ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૫,૨૬૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૧૫૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૨૬૦ લોકોને નોટીસ પાઠવવામાં આવી છે.

(3:17 pm IST)