Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

લોહાનગરમાં વિક્કી સોલંકી પર બે શખ્સોનો ઈટ અને તલવારથી હુમલો

ચુનારાવાડનો દેવીપૂજક યુવાન સગાને ત્યાં પૈસા લેુવા ગયો'તોઃ વિજય અને મહેશ સામે ગુનો

રાજકોટ તા.૧૫: લોહાનગરમાં સંબંધીના ઘરે પૈસા લેવા માટે ગયેલા દેવી પૂજક યુવાનને બે દેવીપુજક શખ્સોએ તલવાર તથા ઈંટ વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ચુનારાવાડ શેરી નં.૫માં હુબલીયા પરામાં રહેતો વિક્કી અશોકભાઇ સોલંકી (ઉ.વ.૨૫) બપોરે લોહાનગરમાં સંબંધીના ઘરે પૈસા લેવા માટે ગયો હતો અને ત્યાં ઉભો હતો ત્યારે વિજય દેવીપુજક અને મહેશ દેવીપુજકે , દેવીપુજક યુવાન સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇને તલવાર તથા ઈંટનો ઘા કરી કોણી તથા માથાના ભાગે ઈજા કરી ભાગી ગયા હતા. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને દેવીપુજક યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હેડ  કોન્સ. સાજીદભાઇ તથા રાઇટર મૌલિકભાઇએ દેવીપુજક યુવાનની ફરિયાદ પરથી વિજય અને મહેશ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ  હાથ ધરી છે.

(3:44 pm IST)