Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

વાહન ચોરીના છ ગુનામાં ૧II વર્ષથી ફરાર અશોક સાડમીયા પકડાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે સાલખડાના દેવીપૂજક શખ્સને લક્ષ્મીનગર નાલા પાસેથી દબોચ્યો

રાજકોટ તા.૧પઃ શહેરના અલગ-અલગ છ વિસ્તારમાં વાહન ચોરીના ગુન્હામાં ફરાર ચોટીલાના સાલખડાના દેવીપૂજક શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે લક્ષ્મીનગરના નાલા પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા ડીસીપી રવીમોહન સૈની તથા મનોહરસિંહ જાડેજા તથા એસીપી જયદેવસિંહ સરવૈયાએ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપતા પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ. બી. ધાંધણ્યા, હેડ કોન્સ. સામતભાઇ, રાજેશભાઇ વાળા, અભિજીતસિંહ, પ્રદિપસિંહ, વિરદેવસિંહ, ડાયાભાઇ, ઇન્દ્રજીતસિંહ, રઘુવિરસિંહ તથા સિધ્ધરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. અભીજીતસિંહ, ડાયાભાઇ તથા વિરદેવસિંહ અને ઇન્દ્રજીતસિંહને મળેલી બાતમીના આધારે ચોટીલાના સાલખડાના અશોક રામજીભાઇ સાડમીયા (ઉ.વ.ર૦) (દેવીપૂજક)ને નાના મવા રોડ લક્ષ્મીનગરના નાલા પાસેથી પકડી લીધો હતો. તે શહેરના છ વિસ્તારમાંથી વાહન ચોરીના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો.

(3:43 pm IST)