Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ઝીબ્રા-હીમાલીયન રીંછ-બબુન વાનર અને જંગલી બિલાડીઓ આકર્ષણ જમાવશે

રાજકોટ 'ઝૂ' પંજાબના છાત્રબીર 'ઝૂ'ને સિંહ, વાઘ સહિત ૪ પ્રાણીઓ આપી બદલામાં ૪૭ પ્રાણીઓ મેળવશે : તહેવારોમાં પ્રદ્યુમન પાર્ક 'ઝૂ'માં લોકોનો ધસારોઃ લાખોની આવક :૧૫ ઓગષ્ટ સુધીમાં ૫૩૪૩ મુલાકાતીઓ થકી તંત્રને રૂ. ૧,૨૬,૫૭૫ની આવુક

રાજકોટ, તા. ૧૬ :. પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ  ઓથોરીટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા રાજય સરકાર દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન અને એમ.સી. ઝૂલોજીકલ પાર્ક, છત્ત્।બીર વચ્ચે નીચેની વિગતે વન્યપ્રાણી-પક્ષીઓ વિનીમય કરવા મંજૂરી મળેલ છે. જેમાં ઝીબ્રા-બબુન વાનર સહિતના ૪૭ પ્રાણીઓ પ્રદ્યુમન પાર્ક 'ઝૂ'ને મળશે.

રાજકોટ ઝૂ  દ્વારા આપવાના થતા પ્રાણીઓમાં સિંહ નર અક્ષતનો જન્મ માતા મીરા તથા પિતા નીલનાં સંવનનથી તા.૨૨ જુલાઇ ૨૦૧૪ના રોજ રાજકોટ ઝૂ ખાતેના સિંહ સંવર્ધન કેન્દ્ર ખાતે થયેલ છે. સિંહ માદા ધ્રીતીનો જન્મ માતા સ્વાતી તથા પિતા નીલનાં સંવનનથી તા.૨૪ સપ્ટેમ્બર ના રોજ રાજકોટ ઝૂ ખાતેના સિંહ સંવર્ધન કેન્દ્ર ખાતે થયેલ છે. સફેદ વાદ્ય માદા ગૌરીનો જન્મ માતા ગાયત્રી તથા પિતા દિવાકરનાં સંવનનથી તા.૧૬ મે ૨૦૧૫ના રોજ રાજકોટ ઝૂ ખાતે થયેલ છે.

ઉપરોકત મંજુર ઝબ્રા વગેરે થયેલ વન્યપ્રાણી વિનીમય અંતર્ગત એમ.સી. ઝૂલોજીકલ પાર્ક, છત્ત્।બીર ઝૂ (પંજાબ)ની ટીમ વન્ય પ્રાણીઓ લેવા માટે રાજકોટ ઝૂ ખાતે આજે  સાંજે પધારશે.

હાલ રાજકોટ ઝૂ ખાતે કદાવર વિદેશી વાનર બબૂન માટે પાંજરાનાં બાધકામની કામગીરી ચાલુ છે. પાંજરાના બાંધકામની કામગીરી અંદાજે ૨૦ થી ૨૫ દિવસમાં પૂર્ણ થઇ જશે. રાજકોટ ઝૂ દ્વારા પાંજરાના બાંધકામની કામગીરી પૂર્ણ થયે તુરંત છતબીર ઝૂ, પંજાબ ખાતેથી મંજુર થયેલ પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવશે.

હાલ ગુજરાતના એક પણ ઝૂમાં વિદેશી વાનર બબૂન રાખવામાં આવેલ નથી. આથી રાજકોટ ઝૂ બબૂન વાનરોને પ્રદર્શીત કરનાર ગુજરાતનું પ્રથમ ઝૂ બનશે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૫૩ પ્રજાતીનાં કુલ-૪૦૮ પ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારમાં ખુબ જ સારો વરસાદ પડતા ઝૂની બન્ને બાજુનાં બન્ને તળાવો લાલપરી તથા રાંદરડા સંપૂર્ણ ભરાઇ જતા તથા ઝૂનું કુદરતી સૌંદર્ય વાતાવરણ જોઇ મુલાકાતીઓ ખુબ જ પ્રભાવીત થાય છે. આગામી જન્માષ્ટમી તહેવારોમાં મુલાકાતીઓની ખુબજ ભીડ રહેવાની સંભાવના હોય, મુલાકાતીઓ ને કોઇપણ પ્રકારની અડચણ ન આવે અને સરળતાથી પ્રવેશ મેળવી શકે તે માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલ છે. જન્માષ્ટમી તહેવારોને ધ્યાને રાખી આગામી શુક્રવારે તા.૨૩ના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે.

(3:15 pm IST)