Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

છરી સાથે પાંચ-દારૂ પી વાહન હંકારતા છ પકડાયા

રાજકોટ તા. ૧૬: પંદરમી ઓગષ્ટ અને રક્ષાબંધનના તહેવારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસે જુદા-જુદા સ્થળેથી છરી સાથે પાંચ શખ્સોને અને દારૂ પી વાહન હંકારતા છ શખ્સને પકડ્યા હતાં.

થોરાળાના કોન્સ. આશિષ દવેએ ભાવનગર રોડ શોૈચાલય સામેથી ભગીરથસિંહ સજુભા ઝાલા (ઉ.૨૮-રહે. જયનગર-૧ કોઠારીયા રોડ)ને છરી સાથે પકડી લીધો હતો. જ્યારે ભકિતનગરના હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયાએ અટીકા  ફાટક પાસેથી નરેશ તેજસીંગ ઠાકુર (ઉ.૪૮)ને છરી સાથે પકડી લીધો હતો. તેમજ બેડીપરા શ્રમજીવી-૨માં રહેતો જેન્તી ઉર્ફ જીમ્મી ભુરાભાઇ સોલંકી (ઉ.૩૫) છરી સાથે તેના ઘર નજીકથી નીકળતાં કોન્સ. વિજય મેતાએ પકડ્યો હતો. આ ઉપરાંત ઘંટેશ્વર ૨૫ વારીયાનો હુશેન રજાકભાઇ ડોસાણી (ઉ.૨૨) તથા આર્યનગર-૭નો વિષ્ણુ સુરેશભાઇ નકુમ (ઉ.૧૮) શાસ્ત્રી મેદાન પાસે અને હોસ્પિટલ ચોકમાં છરી સાથે રખડતાં હોઇ કોન્સ. હાર્દિકસિંહ તથા કલ્પેશભાઇએ પકડ્યા હતાં.

જ્યારે કુવાડવામાં રહેતો અરવિંદ રવજીભાઇ ગોહેલ (ઉ.૨૫) દારૂ પી માલિયાસણ ગામ પાસેથી બાઇક હંકારીને નીકળતાં હેડકોન્સ. એચ. એચ. પરમાર, અજીતભાઇ લોખીલ સહિતે પકડી લીધો હતો. આ ઉપરાંત કુવાડવા પોલીસ સ્ટેશન સામેથી કુવાડવાના રામ ભવાનભાઇ ચોૈહાણને પણ દારૂ પી બાઇક હંકારીને નીકળતાં હેડકોન્સ. બુટાભાઇ, હરેશભાઇ સહિતે પકડ્યો હતો. જ્યારે કોઠારીયા રોડ વિજયનગર-૨ના રાકેશ પુનાભાઇ વાછાણી (ઉ.૩૭)ને દારૂ પી વિનોદનગર આવાસ પાસે બાઇક હંકારી નીકળતાં ભકિતનગરના હેડકોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયાએ પકડ્યો હતો. ટંકારાના છતરનો મેહુલ લાખાભાઇ મુંધવા (ઉ.૩૭) ઇકો કાર જીજે૩એચએ-૮૬૧૭ દારૂ પી હંકારીને બેડી ચોકડીએ આવતાં બી-ડિવીઝનનના હરપાલસિંહ વાઘેલાએ તથા સાબરકાંઠાના રામદેવનગરનો રાજેશ ખેંગારભાઇ ભરવાડ (ઉ.૨૮) જીજે૩ડીકયુ-૩૬૧૬ નંબરનું બાઇક દારૂ પી હંકારી બેડી ચોકડીએથી નીકળતાં એએસઆઇ કે.યુ. વાળાએ પકડ્યો હતો.

સંત કબીર રોડ ભગીરથ સોસાયટી-૧૨નો બધા ઉર્ફ કાનો નથુભાઇ મકવાણા દારૂ પી ટુવ્હીલ જીજે૩એચએલ-૧૯૫૨ હંકારીને સંત કબીર રોડ નાલા પાસે નીકળતાં કોન્સ. રણછોડભાઇ આલએ પકડ્યો હતો.

(1:18 pm IST)