Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

પોલીસે હેલ્મેટ વગર નીકળેલા વાહન ચાલકોને બાંધી 'ટ્રાફિક રક્ષા રાખડી'...નિયમોનું પાલન કરવાના વચન લેવડાવાયા

રક્ષાબંધન પર્વની પોલીસ તંત્રએ અલગ જ ઉજવણી કરી હતી. શહેરના 'અકિલા ચોક' ખાતે 'ટ્રાફિક રક્ષા રાખડી'નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હેલ્મેટ વગર નીકળતા વાહન ચાલકોએ મહિલા ટ્રાફિક વોર્ડન બહેનો તથા અન્ય બહેનો દ્વારા રક્ષા રાખડી બાંધવામાં આવી હતી અને હવે પછી હેલ્મેટનો ઉપયોગ કરી પોતાની સુરક્ષા કરવા સમજાવાયા હતાં અને ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તેવા વચન લેવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ટ્રાફિક બી.એ. ચાવડા તથા તમામ પોલીસ ઈન્સ્પેકટર્સ હાજર રહ્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:15 pm IST)