Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

રાજકોટમાં ગઈસાંજે ૧ ઈંચઃ મોસમનો ૩૫ ઈંચ

સૌરાષ્ટ્ર- કચ્છમાં છુટાછવાયા સ્થળોએ હળવો- મધ્યમ વરસવાનું ચાલુ રહેશેઃ હવામાન ખાતુ

રાજકોટ,તા.૧૬: બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સની અસરથી ઝાપટાઓ વરસી રહ્યા છે. રાજકોટ શહેરમાં પણ ગઈકાલે રક્ષાબંધનના દિવસે મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. બપોર સુધી હળવા ઝાપટા વરસ્યા હતા. બાદ સાંજના ૧ ઈંચ ખાબકી ગયો હતો. હવામાન ખાતામાં મોસમનો કુલ ૩૫ ઈંચ વરસાદ નોંધાઈ ગયો છે.

રાજકોટ શહેરમાં ગઈકાલે રક્ષાબંધનના પવિત્રદિને મેઘરાજાએ મુર્હુત સાચવી લીધું હતું. દિવસ દરમ્યાન વાળદછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરના હળવા ઝાપટા વરસી ગયા હતા. ત્યારબાદ સાંજના ફરી વરસવાનું શરૂ કર્યુ હતું. ધીમે- ધીમે જોર પકડી લીધુ હતું. એકરસ બની ગયો હતો. જમાવટ કરી હતી. થોડીવારમાં તો રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા.

હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં ગઈકાલે ૧ ઈંચ વરસાદ પડયો છે અને મોસમનો કુલ ૩૫ ઈંચ થઈ ગયો છે. બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સની અસર આજનો દિવસ રહેશે. સૌરાષ્ટ્ર- કચ્છમાં આ સપ્તાહમાં છુટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ ઝાપટા વરસવાનું ચાલુ રહેશે.

(3:38 pm IST)