Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

પરીક્ષામાં કામ કરતા આચાર્ય-અધ્યાપકો કર્મચારીને કોરોના વોરીયર્સનો લાભ આપો

કુલપતિને પત્ર પાઠવી સલામતીની માંગણી કરતા કોંગ્રેસના પ્રવકતા નિદત બારોટ

રાજકોટ તા. ૧૬ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં કામ કરતા શૈક્ષણીક બિન શૈેક્ષીક કર્મચારીઓ  કોરોના વોરીયર્સનો લાભ આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. નિદત બારોટે માંગ કરી છે.

નીદત બારોટે પત્રમાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી કોલેજોમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ લેવાનું યુનિવર્સિટીએ નકકી કરેલ છે હાલની પરિસ્થિતિ જોતા સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓ ગામડા સુધી કરોોનાનો વ્યાપ વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષાની કામગીરી શરૂ કરવા જઇ રહી છે ત્યારે રાજય રસકારના જુદા જુદા વિભાગોમાં કોરોના વોરીયર્સને સરકારી કામગીરી દરમિયાન જો કોરોના થાય તો તેઓની સારવારનો ખર્ચ સરકાર ભોગવી રહી છે. તદ્દઉપરાંત કોરોના વોરીયર શહિદ થાય તો સરકાર રપ લાખ રૂ. વળતર ચુકવી રહી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ પરીક્ષા લેવા તત્પર હોય ત્યારે આ પરીક્ષામાં કાર્યરત આચાર્યો, અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓને પણ કોરોના વોરીયરને મળતા તમામ પ્રકારના લાભ અનેસુવિધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પુરી પાડવી જોઇએ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાઓથી પરીક્ષામાં કાર્યરત તમામ આચાર્યો, અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓનો કોરોના સુરક્ષા કવચ લેવું જોઇએ. આ ઉપરાંત કઇ દુઃખદ પ્રસંગ બને તો તેમને રપ લાખનું વળતર જે રાજય સરકારે જાહેર કર્યું છે તે પ્રમાણે યુનિવર્સિટીએ પણ જાહેર કરવું જોઇએ. આટલી વ્યવસ્થા કર્યા બાદ યુનિવર્સિટીની હવે પછીની પરીક્ષાઓ લેવામાં આવે તેવી માંગણી  કોંગ્રેસના પ્રવકતા ડો. નિદત બારોટે કરી છે.

(4:12 pm IST)