Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ બુટલેગર પાસામાં ધકેલાયો

રાજકોટ, તા. ૧૬ :  શહેરના થોરાળા વિસ્તારમાં વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ બુટલેગરને પાસામાં ધકેલી દેવાયો છે.

થોરાળા તથા યુનિવર્સિટી વિસ્તારમાં  વિદેશી દારૂનું વેચાણ કરવાના ગુનામાં દૂધસાગર રોડ રિધ્ધી સિધ્ધી સોસાયટી શેરી નં. ૭ ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર નં. ૧૦૭૯માં રહેતા ધનશ્યામસિંહ ઉર્ફે ધનુભા અજીતસિંહ જાડેજા (ઉ.વ.૪૦) ની ધરપકડ કરવામાં આવી હતી આ શખ્સને પાસામાં ધકેલવા માટે દરખાસ્ત કરવામાં આવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. કડીયા તથા પી.એસ. આઇ.પી. ડી. જાદવ, હેડ કોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ, જયદીપસિંહ, વિજયભાઇ, કનુભાઇ, તથા જયદીપભાઇએ ઘનશ્યામસિંહ ઉર્ફે ધનુભા જાડેજાની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં ધકેલી દીધો હતો.

(4:09 pm IST)