Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

મવડી-વાવડી વિસ્તારમાં ૩૩ર૪ આવાસોની યોજના સ્ટેન્ડિંગમાં મંજુર

આજે મળેલ સ્ટે. કમિટી બેઠકમાં EWS-| યોજનાને લીલીઝંડી મળતા સ્ટે. ચેરમેન ઉદય કાનગડ સહિત સભ્યોનો હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગરે આભાર માન્યો

રાજકોટ, તા. ૧૬ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં કોઈ વ્યકિત ઘર વિહોણું ન રહે તેવો સંકલ્પ કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકા તે દિશામાં આગળ વધી રહેલ છે જે અંતગર્ત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મવડી-વાવડી-૩૩૨૪ આવાસ બનાવવાનું મંજુર કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા સભ્યોનો વિસ્તારમાં ૧ અને ર બીએચકેનાં હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગરે આભાર માન્યો હોત.

આ અંગે જયાબેન એ જણાવ્યું હતું કે,  દેશના વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૨ સુધીમાં દેશમાં કોઈ દ્યર વિહોણું ન રહે તે તેવો સંકલ્પ કરેલ છે. તે સંકલ્પને સિધ્ધ કરવા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા રાજકોટ મહાનગરપાલિકા તે દિશામાં આગળ વધી રહી છે. લોકોને ઘરનું ઘર મળી રહે વર્ષ ૨૦૨૨ સુધીમાં કોઈ વ્યકિત દ્યર વિહોણું ન રહે તે હેતુથી આજરોજ તા.૧૬ના રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં EWS-| (૪૦૦) અને EWS-|| (૬૨૦) પ્રકારના કુલ ૧૦૨૦ આવાસો (વેસ્ટઝોન પેકેજ-૪) બનાવવાનું કામ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટી.પી.૧૫ (વાવડી)ના એફ.પી.નં.૧૫/A, ૨૮/A અને ૧૫/B તેમજ ટી.પી.૨૭(મવડી)ના એફ.પી.૫૧/ગ્ પર EWS-| અને EWS-|| પ્રકારના કુલ ૨૩૦૪ આવાસો (વેસ્ટઝોન પેકેજ-૫) બનાવવાની કામગીરી કરવામાં આવશે.

રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારના સંપૂર્ણ સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંદાજીત ૨૫,૦૦૦થી વધુ આવાસો નિર્માણ પામેલ છે. અને લોકોને દ્યરનું દ્યર મળી ગયેલ છે. હાલમાં ૩૦૭૮ આવાસોની કામગીરી ચાલુ, વિશેષમાં આવાસ બનાવવાના હેતુથી આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં કુલ ૩૩૨૪ આવાસ બનાવવાનું મંજુર કરવામાં આવેલ છે.  ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ તથા સ્ટેન્ડિંગ કમિટી સભ્યશ્રીઓનો હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગરે અંતમાં ફરી વખત આભાર માન્યો હતો.

(4:03 pm IST)